તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 27th November 2024
જીએસટી ચોરીનું જબરૂ કારસ્તાનઃ ભગવતીપરાની પરમાર એન્ટરપ્રાઇઝ નામે નંબર મેળવી ૬૧.૩૮ લાખની ઠગાઇ
કાવતરૂ ઘડી બનાવટી બિલીંગ, દસ્તાવેજો રજૂ કરી ૬૧.૩૮ લાખનું કોૈભાંડ આચરાયું: ૧૫ પેઢીઓ સામે ગુનો ડીસીબીમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૭: શહેરમાં જીએસટી ચોરીનું જબરૂ કારસ્તાન ખુલ્યું છે. જેમાં રાજકોટ ભગવતીપરા ભુમિ પ્રસાદ કારખાના શોપ નં. ૬નું સરનામુ ધરાવતી પરમાર એન્ટરપ્રાઇઝ નામે પેઢી ખોલનારા શખ્સના નામે સીજીએસટી કચેરી રાજકોટમાં ઓનલાઇન ખોટો ભાડા કરાર રજૂ કરી પરમાર એન્ટરપ્રાઇઝના નામે જીએસટી નંબર મેળવી બોગસ ઇનપુટ ટેક્સ મેળવવા અન્ય ૧૪ કંપનીઓ સાથે મળી કારસ્તાન આચરી કાવતરૂ રચી બોગસ બીલીંગ, ખોટા દસ્તાવેજો રજૂ કરી સરકારને લાખોનું નુકસાન પહોંચાડતાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં સીજીએસટી કચેરીના સુપ્રિન્ટેડન્ટ જયપ્રકાશસિંઘ રામચંદ્રસિંઘની ફરિયાદ પરથી ભગવતીપરા મેઇન રોડ પર ભુમિ પ્રસાદ કારખાના પાસે શોપ નં. ૬ ધરાવતાં પરમાર એન્ટરપ્રાઇઝ નામે પેઢી ખોલનાર, એસએનકે સ્કૂલ પાછળ પહેલા માળે દર્શિત કોમ્પલેક્ષમાં યશ ડેવલોપર ધરાવનાર, કોટડા સાંગાણીના ગોકુલ ચોક મફતીયાપરાના ઇકરા એન્ટરપ્રાઇઝ, જુનાગઢ ઝાંઝરડા રોડ કાકા કોમ્પલેક્ષ પાછળ રઘુવીર એપાર્ટમેનટના સિવિલપ્લસ એન્જિનીયર, પડવલા આરએસ પ્લોટ નં. ૧ ધનશ્રી મેટલ, નંદ વિહાર રેસીડેન્સી અમદાવાદના ડી. એ. એન્ટરપ્રાઇઝ, વેરાવળ માધવ ટ્રાન્સપોર્ટ પાછળના આર્યન એસોઅિસેટ નામની પેઢીના સંચાલક, ગીર સોમનાથ વેરાવળના જ્યોતિ ઇન્ફાસ્ટ્રકચર, વિદ્યાનગર પરીમલ રોડ ભાવનગરના અર્હમ સ્ટીલ, ગાંધીનગર જીઆઇડીસી સેક્ટર-૨૫માં આવેલી રિધ્ધી ઇન્ફાસ્ટ્રકચર, કોઠારીયા રોડ રાજકોટ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલી આશાપુરા ટ્રેડીંગ નામની પેઢી, સ્વાતિ પાર્ક સીએનજી પંપ પાસે મોરબી રોડ રતનપરમાં આવેલી શિવ મિલન પ્લાસ્ટીક તથા ગ્લોબટ્રા ઇમ્પેક્સ, મહેસાણાના કડીની મા દુર્ગા સ્ટીલ શુભ લાભ એસ્ટેટ, જુનાગઢ શ્રીજીનગર જોષીપુરાની મારૂતિનંદન કન્સ્ટ્રકશન તથા જામનગર મોટી ખાવડી હાઇસ્કૂલ વિસ્તારમાં લખુભા નાનભા જાડેજા તમામ પેઢીઓના સંચાલક અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ૬૧,૩૮,૧૬૮નું સરકારને આર્થિક નુકસાન પહોંચાડી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જુન-૨૦૨૩થી ૩૦/૯/૨૩ દરમિયાન કોઇ વ્યક્તિએ પરમાર એન્ટરપ્રાઇઝના નામથી ભાડાકરાર બનવી ભાડા કરાર ખોટો હોવાનું જાણવા છતાં તેને ખરા તરીકે સેન્ટ્રલ જીએસટી ઓફિસ રાજકોટ સીજીએસટી ભવન રેસકોર્ષ રીંગ રોડ પર જીએસટી વિભાગમાં ઓનલાઇન રજૂ કરી પરમાર એન્ટરપ્રાઇઝના નામે જીએસટી નંબર મેળવી બોગઇ ઇનપુટ ટેક્સ મેળવવા માટે અન્ય કંપનીઓ (૧) યશ ડેવલોપર એસએનકે પાછળ નંદી પાર્ક રાજકોટ, (૨) ઇકરા એન્ટરપ્રાઇઝ કોટડા સાંગાણી (૩) સિવિલપ્લસ એન્જિનીયર જુનાગઢ, (૪) ધનશ્રી મેટલ કોટડા સાંગાણી (૫) ડી.એ. એન્ટરપ્રાઇઝ અમદાવાદ, (૬) આર્યન એસોસિએટ ગામતળ વેરાવળ (૭) જ્યોતિ ઇન્ફાસ્ટ્રક્ચર સુરત, (૮) અર્હોમ સ્ટીલ ભાવનગર, (૯) રિધ્ધી ઇન્ફાસ્ટ્રક્ચર ગાંધીનગર (૧૦) આશાપુરા ટ્રેડીંગ કોઠારીયા રોડ રાજકોટ (૧૧) શિવ મીલન પ્લાસ્ટીક રતનપર રાજકોટ (૧૨) મા દુર્ગા સ્ટીલ કડી મહેસાણા (૧૩) મારૂતિનંદન કન્સ્ટ્રકશન જોષીપુરા જુનાગઢ તથા (૧૪) લખુભા નાનભા જાડેજા મોટી ખાવડી વાળી પેઢીઓના સંચાલકોએ ગુનાહિત કાવતરૂ રચી બીલીંગ બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્કસ ક્રેડીટ મેળવી સરકારને ૬૧,૩૮,૧૬૮નું આર્થિક નુકસાન કર્યાનો આરોપ મુકાયો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:46 PM IST)










