<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

મનપામાં જન્‍મ-મરણની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધઃ દેકારો

ઇ ઓળખ પોર્ટલ બંધ હોવાથી દાખલા સહિતના કામો આગળની સુચના મળ્‍યેથી ફરી શરૂ કરવામાં આવશે તેવા બોર્ડ સીવીક સેન્‍ટરમાં લાગ્‍યાઃ અરજદારો હેરાન-પરેશાન

રાજકોટ ,તા. ર૭ :  મેકઈન ઈન્‍ડિયા અંતર્ગત સરકાર દ્વારા સરકારી વિભાગની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. ત્‍યારે અનેક વિભાગોની રોજની કાર્યવાહીમાં વિક્ષેપ આવી રહ્યા છે. અવાર નવાર સર્વર ડાઉન  મહાનગરપાલિકાના જન્‍મ-મરણ વિભાગમાં જન્‍મના નવા દાખલાની કામગીરી સર્વર ડાઉન હોવાના કારણે ઠપ્‍પ થઈ જતાં તંત્રવાહકો દ્વારા જન્‍મ-મરણ વિભાગની તમામ કામગીરી આગળની સુચના મળ્‍યા બાદ શરૂ થશે. તેવા બોર્ડ માળતા  ભારે રોષૅ જોવા મળી રહ્યો છે.

મનપાના સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે આવેલ જન્‍મ-મરણ વિભાગ કેન્‍દ્ર ખાતે  ગકાઇલથી સવારથી અરજદારોની લાઈનો લાગતા તપાસ કરતા માલુમ પડેલ કે, સર્વર ડાઉન હોવાથી જન્‍મના નવા દાખલા કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ છે અને આ પ્રકારના ધાંધિયાછેલ્લા ૧૫ દિવસથી ચાલુ છે. જન્‍મના દાખલામાં અલગ અલગ પ્રકારના ફેરફારો કરવા માટે સોફ્‌ટવેર કામ કરી રહ્યું છે. જ્‍યારે હોસ્‍પિટલો માંથી નવા જન્‍મેલા બાળકની એન્‍ટ્રી થયાની વિગતો કોમ્‍પ્‍યુટરમાં અપલોડ કરતા જ એરર બતાવે છે. જેના લીધે છેલ્લા ઘણા સમયથી જન્‍મના નવા દાખલા નિકળી શકયા નથી. રાજકોટ શહેરમાં દરરોજ અલગ અલગ સ્‍થળે બાળકોના જન્‍મ થતાં હોય છે. તેની એન્‍ટ્રી હોસ્‍પિટલ મારફતે કોર્પોરેશન પાસે પહોંચી જાય છે અને અરજદાર પાસે હોસ્‍પિટલ ખાતેથી જે એસએમએસ આવેલ હોય તે કોડ નંબરનો એસએમએસ જન્‍મ-મરણ નોંધણી વિભાગમાં આપવાથી તે બાળકનો જન્‍મનો દાખલો નિકળતો હોય છે. પરંતુ હોસ્‍પિટલો દ્વારા મોકલવામાં આવેલ  એન્‍ટ્રી સરકારના જન્‍મ મરણ વિભાગના સોફ્‌ટવેરમાં અપલોડ ન થઈ હોય કે ગમે તે કારણોસર છેલ્લા ઘણા સમયથી ધાંધિયા કરતા કોમ્‍પ્‍યુટરો ઠપ્‍પ થઇ ગયા હતા. મનપાના જન્‍મ-મરણ વિભાગમાં સર્વર ડાઉન હોવાના કારણે તેમજ સોફ્‌ટવેરમાં ધાંધિયા સર્જાતા નવા દાખલા કાઢવાની કામગીરી ઠપ્‍પ થઈ ગઈ હતી. મ્‍યુનિ. કોપોૈરેશનનાં સિવિક સેન્‍ટરમાં જન્‍મ-મરણની કામગીરીનું પોર્ટલ ઇ-ઓળખ બંધ હોવાથી જન્‍મ-મરણ વિભાગની તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ  છે. આગળની સુચના મળ્‍યેથી કામગીરી શરૂ કરવામાં આવશે તેવા બોર્ડ મુકવામાં આવતા અરજદારોને ધરમના ધક્કા થઇ રહયા છે. જન્‍મ-મરણની કામગીરી અચાનક બંધ થતા લોકોમાં દેકારો બોલી જવા પામ્‍યો હતો.

(4:13 PM IST)