News of Wednesday, 27th November 2024
આધાર કાર્ડ કામગીરી ટનાટનઃ મનપાનો દાવો
ત્રણેય ઝોન કચેરીઓ તથા વોર્ડઓફીસો ખાતે સેવાઓ રાબેતા મુજબ કાર્યવન્તીત

રાજકોટઃ મનપા દ્વારા લોકોને આધાર કાર્ડ કઢાવવા, સુધારા કરાવવા સહિતની કામગીરીમાં સરળતા રહે તે માટે શહેરની ત્રણેય ઝોન કચેરીમાં સહિત ૧૮ વોર્ડ ઓફીસો ખાતે સેવાઓ રાબેતા મુજબ કાર્યવન્તીત દાવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે દિવાળી પછી અવાર-નવાર આધાર કાર્ડની કામગીરીમાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મનપાની યાદી મુજબ રાજકોટ મહા નગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્રો લગત સેવાઓ કાર્યરત છે. જાહેર જનતાના હિતાર્થે મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ ખાતે આધાર Aadhar Based Biometrice-KYCની કામગીરી ચાલી રહી છે. જેમાં સેન્ટ્રલ ઝોન ખાતે ડો. આંબેડકર ભવન, ગ્રાઉન્ડ ફલોર, ઢેબરભાઇ રોડ, ઇસ્ટ ઝોનમાં ઝવેરચંદ મેઘાણી વિભાગીયા કચેરી , ફાયર સ્ટેશન પાસે, ભાવનગર રોડ, તથા વેસ્ટ ઝોનમાં હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, રિલયન્સ મોલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આધારકાર્ડની કામગીરી ચાલતી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(4:00 PM IST)










