News of Wednesday, 27th November 2024
મનપામાં આધારની ૧૫ કીટ એકટીવ, પણ ઓટીપી ન આવતા કામગીરી બંધ!

રાજકોટઃ શહેરભરમાં આધાર કાર્ડની સેવાઓમાં આધારકાર્ડની સેવાઓમાં છેલ્લા એક મહિનાથી વારંવાર કામગીરી ઠપ્પ થતા નગરજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે મનપાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તંત્ર પાસેની ૧૫ કિટ ચાલુ થઇ ગઇ છે, પણ મોબાઇલમાં ઓટીપી ન આવતા કામગીરી શરૂ થઇ શકતી નથી. એટલે કે આધાર કીટ એકટીવ થવા છતા કામગીરી કરી શકાતી નથી.
(4:13 PM IST)










