News of Thursday, 28th November 2024
રાજકોટ એસ.ટી. ડેપો ઉપર યુરીનલોમાં રૂા. પ અને ૧૦ની ઉઘાડી લૂંટઃ એસ.ટી. મુસાફર હિતરક્ષકનો આક્ષેપ
મન પડે તેવા જવાબો અપાય છેઃ મુખ્યમંત્રીને ફરિયાદ કરાશે

રાજકોટ તા. ર૮: ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ આસવાણી, મેઘજીભાઇ રાઠોડ, નાગજીભાઇ વિરાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સોની દીપકભાઇ રાણપરા, પ્રફુલાબેન ચૌહાણ, સિનિયર સિટીઝન પ્રવીણભાઇ લાખાણીની સંયુકત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પર લાંબા સમયથી અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે અને યુરીનલોમા રૂા. પ થી ૧૦ પડાવવામાં આવે છે. શૌચાલયની ફી અંગેનો પરિપત્ર જગ જાહેર કરવાનો હોય અને સરકાર દ્વારા જે કાંઇ નીતિ નિયમ પ્રમાણે ફી વસૂલવામાં આવે તે અંગેના બોર્ડ પણ ફરજિયાત લગાવવાના હોય છે. જે પરિપત્ર અંગે ગુજરાત એસ.ટી. નિગમના ગોંડલ રોડ ખાતેના વિભાગીય નિયામક કચેરી એસ.ટી. પેટા વિભાગના બાંકામ શાખાના જવાબદાર અધીકારી સમક્ષ રૂબરૂ પરિપત્ર આપવા અંગે મુલાકાત લીધી ત્યારે તેઓએ કહ્યું કે એમ ન મળે તમારે લખીને આપવું પડે ત્યારબાદ તારીખ ૯-૧૧-ર૦ર૪ના રોજ ગોંડલ રોડ ખાતેની એસ.ટી. પેટા વિભાગ કચેરીમાં ઇન્વર્ડ નંબર ૧૮૮૮ થી પરિપત્ર અંગેની લેખિત માંગ કરવામાં આવતા ૧૮ દિવસ પછી પરિપત્ર અંગે કોઇ જાનો જવાબ ન મળતા ફોનમાં જણાવ્યું કે તમે કરેલી લેખિત અરથજીનો જવાબ લેખિતમાં આપવામાં આવશે વોટસએપ કે ઇ મેલથી જવાબ કે પરિપત્ર ન મળે અને અમને મન પડે ત્યારે તમને જવાબ આપીએ આ પ્રકારનું ઉધ્ધતાઇ ભર્યું વર્તન ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો સમક્ષ કરવામાં આવેલ છે.
(3:25 PM IST)










