<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

બોગસ પેઢીઓ ઉભી કરી ૬ર લાખની ટેકસ ક્રેડીટ મેળવી લેવાનું કૌભાંડઃ ૯ થી ૧૦ સંચાલકોની પૂછપરછ : ધરપકડનો આંક વધશે

પરમાર એન્‍ટરપ્રાઇઝના કૌભાંડનું મુળ જેલમાં રહેલા મહેશ લાંગા સુધી પહોંચે છે : મહેશના પિતરાઇ મનોજ લાંગા અને તેની પત્‍નિ કવિતા લાંગાના નામે પેઢી ઉભી કરી વહીવટ કરાતો હતોઃ દંપતિના નિવેદનો લેવાયા બાદ મહેશ લાંગાનો જેલમાંથી કબ્‍જો સંભાળશે ઇકોનોમીક ઓફેન્‍સ વીંગના પીઆઇ સંજયસિંહ જાડેજા

રાજકોટ, તા., ૨૮: સેન્‍ટ્રલ જીએસટી દ્વારા રાજકોટની પરમાર એન્‍ટરપ્રાઇઝ નામની બનાવટી ભાડા કરારના આધારે ઉભી થયેલી પેઢી દ્વારા ૬૧.૩૮ લાખની ઇન્‍પુટ ટેકસ ક્રેડીટ મેળવી લેવાના કૌભાંડમાં જુદા જુદા ગામમાં ઉભી થયેલી પેઢીઓના ૮ થી ૧૦ સંચાલકોની પુછપરછ કરવામાં આવી રહી છે. એકાદ બે દિવસમાં ધરપકડનો આંક અને કૌભાંડનો આંક પણ વધશે.

સમગ્ર કૌભાંડનું મૂળ અમદાવાદ જેલમાં રહેલા કથિત પત્રકાર મહેશ લાંગા સુધી પહોંચે છે. ઇકોનોમીક ઓફેન્‍સ વીંગના પીઆઇ સંજયસિંહ જાડેજાએ પરમાર એન્‍ટરપ્રાઇઝ સાથે સંકળાયેલા પાંચ શખ્‍સોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા જુદી જુદી ૧૪ કંપનીઓ સાથેના વ્‍યવહારો સપાટી પર આવ્‍યા હતા. આ પૈકી એસએનકે સ્‍કૂલ પાછળ દર્ષિત કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલી યશ ડેવલોપરના નિરવ -વીણ સુરાણી, કોટડાસાંગાણીના ગોકુલ ચોક પાસે આવેલી ઇકરા એન્‍ટરપ્રાઇઝના ફિરોઝ અબ્‍દુલ જુણેજા, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર કાકા કોમ્‍પ્‍લેક્‍સની પાછળ રઘુવીર એપાર્ટમેન્‍ટમાં આવેલી સિવિલ પ્‍લસ એન્‍જનિયરિંગના માનસ બળવંતરાય જોબનપુત્રા, રાજકોટ તાલુકાના પડવલાના આર.એસ. પ્‍લોટ નં.૧૫૧માં આવેલી ધનશ્રી મેટલના વિશ્વા જયંતીલાલ વરસાણી, અમદાવાદની નંદવિહાર રેસિડેન્‍સીમાં આવેલી ડી.એ.એન્‍ટર-ાઈઝના મનોજકુમાર રામભાઈ લાંગો, વેરાવળના આજોઠા ખાતે  ધ્રુવ ટ્રાન્‍સપોર્ટ પાછળ આવેલી આર્યન એસોસિએટના વિજયકુમાર કાલાભાઈ બારડ, સુરતની લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલી જ્‍યોતિ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના અલ્‍પેશ ગોબરભાઇ હિરપરા, ભાવનગરના પરિમલ રોડ પર આવેલી અર્હોમ સ્‍ટીલના હેતલબેન નિમેશભાઈ વોરા, ગાંધીનગર જીઆઇડીસીમાં આવેલી રિદ્ધિ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના શૈલેષ ઘનશ્‍યામ પટેલ, રાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી એમ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાં આવેલી આશાપુરા ટ્રેડિંગના ભેરૂસિંગ રાજપૂત, રતનપુર ગામે આવેલી શિવ મિલન પ્‍લાસ્‍ટિકના પાર્થ મનોજ રોજવાડિયા, મહેસાણાના કડી ખાતે આવેલી મા દુર્ગા સ્‍ટીલના પટેલ મિહિર રમેશભાઈ, જૂનાગઢના જોષીપુરામાં તીર્થ મકાનમાં આવેલી મારુતિનંદન કન્‍સ્‍ટ્રક્‍શન અનિલ છગનભાઈ પોશિયા અને જામનગરના મોટીખાવડી હાઇસ્‍કૂલ વિસ્‍તારના લખુભા નાનભા જાડેજાને ઉઠાવી લઈ અટકાયત કરી વધુ તપાસ માટે રાજકોટ લાવવામાં આવ્‍યા છે. જેની ધરપકડના ભણકારા વાગી રહયા છે.

 મહેશ લાંગાના પિતરાઇ ભાઇ મનોજ લાંગા અને તેના પત્‍ની કવિતા લાંગાના નામની પેઢી ઉભી કરવામાં આવી હતી. જેનો વહીવટ મહેશ લાંગા દ્વારા કરવામાં આવતો હોવાથી લાંગા દંપતીના નિવેદન નોંધ્‍યા બાદ તપાસનીસ પીઆઇ જાડેજા જેલવાસી મહેશ લાંગાનો કોર્ટ મારફત કબ્‍જો લેશે.

આ કૌભાંડમાં કોઇ પણ પ્રકારના ઉત્‍પાદનની લેતી-દેતી વગર બોગસ કંપની સંચાલકો બોગસ ખરીદ-વેચાણના વ્‍યવહારો દેખાડી સેન્‍ટ્રલ જીએસટીની મોટી ચોરી કરતા હોવાનું બહાર આવ્‍યું છે.

પોલીસે આ પ્રકરણમાં મૂળ કૌભાંડી સાથે ભાડા કરાર કરનાર વિશાલ પ્રવીણ પરમાર(રે.વાલ્‍મીકિનગર મેઈન રોડ શેરી નં.૧, લીંબડી), કારાણી અમન નાશીર (રે.માતમ ચોક, લીંબડી), ભાડા કરાર કરાવનાર અમન રફીક બીનહરીશ (રહે. ભગવતી પાર્ક શેરી નં.૨, અયોધ્‍યા પાર્ક, રાજકોટ), સૈયદ ઉર્ફે કાળુ મજીદભાઈ સારી (રે.શિવપરા શેરી નં.૪, રૈયા ચોકડી, રાજકોટ) અને પાર્થ સતિષ પરમાર (રે.શ્રીનંદનગર શેરી નં.૪ની સામે, શાંતિનગર શેરી નં.૧)ની ધરપકડ કરી છે. જ્‍યારે વે  બિલ બનાવનારા શખ્‍સોની શોધખોળ આદરી છે. પાંચેય આરોપીઓમાં અમન મુખ્‍ય સૂત્રધાર છે. વધુ તપાસ ડીસીપી પાર્થરાજસિંહના માર્ગદર્શન હેઠળ પીઆઇ સંજયસિંહ જાડેજા ચલાવી રહયા છે.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ

તપાસનીસ પીઆઇ

સંજયસિંહ જાડેજા

(3:44 PM IST)