<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

... અને હંસા મહેતા ‘મા આનંદ સ્‍વાતી' બની ગયા

ઓશો સન્‍યાસિનીના જીવનમાં ઓશોના પ્રવેશ રહસ્‍ય રૂપે થયો હતો

રાજકોટ : સ્‍વાતિ મા ઉર્ફે હંસા મહેતાનો જન્‍મ ૧૨ ડિસે. ૧૯૩૫ ના રોજ મુંબઈ ના ધનાઢય પરિવાર માં થયો હતો. તેમના પિતા શ્રી વાઘજી લક્ષ્મીદાસ મહેતા એક શ્રીમંત પેઢીના માલિક હતા.આજે પણ મુંબઈમાં એક રોડ તેમના પિતાશ્રીના માનમાં વાઘજી-લેઈનઁ તરીકે ઓળખાય છે.

બાળપણથી જ અભ્‍યાસ અને સંગીતમાં આગવી પ્રતિભા ધરાવનાર હંસાબહેનનું સ્‍વપ્‍ન ડોક્‍ટર બનવાનું હતુ પરંતુ પિતાજીના દેહાંત પછી માતા સવિતાબહેનની ઇચ્‍છા અનુસાર ૨૦ વર્ષની વયે તેમના લગ્ન જનરલ-સર્જન ડો.અરવિંદ વકીલ સાથે થયા. હંસાબહેન તેમના સુપુત્રો રાજેન અને સુરેન સાથે ઘણા વર્ષો ડૉ. વકીલ સાહેબની સર્જરીની પ્રેક્‍ટિસ અંતર્ગત યુ.કે. (ઈગ્‍લેંડ) માં રહ્યા. હંસાબહેન ડો.વકીલસાહેબની હોસ્‍પિટલના ર્નસિંગ સ્‍ટાફ,વોર્ડ સ્‍ટાફ થી લઈ દર્દીઓના એડમિશન- ડિસ્‍ચાર્જ અને એકાઉન્‍ટીંગ વગેરે જવાબદારીઓ સંભાળતા હતા. આ જવાબદારીઓ છતાં તેઓએ ઘણીવાર સહપરિવાર અને ઘણીવાર એકલા પણ યુરોપના ઘણા પ્રદેશોમાં મુસાફરી કરી. સન ૧૯૬૨માં તેઓ સહપરિવાર ભારત પરત ફર્યા અને વેરાવળમાં સ્‍થાયી થયા.

વેરાવળમાં તે જમાનામાં ગણ્‍યાંગાંઠ્‍યા ફોર-વ્‍હીલર ચાલકોમાં ફિયાટ કાર ચલાવનાર તે એકમાત્ર મહિલા હતા. ડો. વકીલ સર્જરી ક્ષેત્રે કુશળતા, અનુભવ અને દર્દીઓ પ્રત્‍યે કાળજી ના લીધે ટુંક સમયમાં જ પ્રખ્‍યાત ડૉક્‍ટરોમાં અગ્રેસર ખ્‍યાતિ પામ્‍યા.લગ્ન બાદ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટની સાથે સાથે હંસાબહેને પોતાનું ગ્રેજ્‍યુએશન બી. એ. વીથ સંસ્‍કળત ગીતા વિષયમાં પૂર્ણ કર્યું.

પતિ-પત્‍ની બન્નેને વાંચનનો શોખ હોઈ ઘરમાં દેશ-વિદેશના પુસ્‍તકોનું મોટું સંકલન હતુ. શહેરના જાણીતા અને નામાંકિત લોકો તથા મિત્રો માટે તેઓ બ્રિજ ગેઇમ્‍સ, સંગીત અને સુંદર ડિનર પાર્ટીઓનું આયોજન પોતાના ઘરે કરતા. આવા આ પ્રતિષ્ઠિત, શિક્ષિત અને સમળધ્‍ધ પરિવારમાં ભગવાન શ્રી રજનીશનો પ્રવેશ સન ૧૯૭૨માં રહસ્‍યમય રીતે થયો. તે સમયે આસપાસના વિસ્‍તારમાં એકમાત્ર ટેપરેકોર્ડર ડૉ.વકીલ પાસે હતુ.બહારગામથી કોઈ એક ગ્રુપ રજનીશજીની કેસેટ લઈ - વેરાવળના કોઈ ક્‍લબમાં પ્રવચન સાંભળવા એકત્ર થયુ હતુ.પરંતુ ટેપરેકોર્ડરના અભાવે તે લોકોએ તપાસ કરતા જાણવા - મળ્‍યુ કે ડો.વકીલસાહેબના ઘરે એકમાત્ર ટેપ ઉપલબ્‍ધ છે.વકીલસાહેબનું આ પ્રિય ટેપરેકોર્ડર હોઈ તેને ઓપરેટ કરવા તે ખુદ - કલબમાં ગયા અને ભગવાન ક ટ્ટ શ્રી રજનીશના ક્રાંતિકારી શબ્‍દો આકસ્‍મિક સંજોગે તેમના કાને પડ્‍યા.આ પ્રવચનની એટલી ઉંડી અસર તેમના માનસ પર થઈ જાણે કે વર્ષોના કોઇ ૫ ખોજીને ખજાનો મળી ગયો હોય.તેઓ તુરંતજ ઘરે પહોંચી હંસાબહેનને રસોડાના ચાલુ કામમાંથી ચકીને બહાર ટેપરેકોર્ડર સુધી લઈ આવ્‍યા. અને વકીલ દંપતિએ ઓશોનું પ્રવચન સાથે બેસીને સાંભળ્‍યું, આ પ્રવચનની હૃદયસ્‍પર્શી અસર બન્ને પર એક્‍સરખી થઈ અને આજીવન રહી.

આ પછી ઓશોના પ્રવચનો અને ધ્‍યાનવિધિઓની શળંખલા તેમના માટે અવિરત ચાલુ રહી.ઓશોની ધ્‍યાન શિબિરોમાં માઉન્‍ટ આબુ, મનાલી, પૂના વગેરે સ્‍થળોએ બન્નેએ સક્રિય ભાગ લીધો.૧૯૭૪માં ઓશોના વરદ હસ્‍તે સંન્‍યાસ લીધો.વિદેશી પરફયુમ્‍સ, સુંદર-કીમતી વષાો અને ઘરેણાઓના શોખીન એવા હંસાબેન વકીલ હવે ભગવા વષા ધારણ કરી ઁમા આનંદ સ્‍વાતિઁ બન્‍યા. ઓશો વકીલ દંપતિને નામજોગ ઓળખાતા અને તેમની સાથે અંગત બેઠકો,ચર્ચા વિચારણાનો ઘણો લાભ બન્નેએ મેળવ્‍યો.

સ્‍વામી શ્રી બ્રહમવેદાંતજી સાથે મા આનંદ સ્‍વાતિ માધવપુર આશ્રમમાં શિબિરોનું આયોજન કરવામાં સહભાગી થતા. શિબિરાર્થીઓની વ્‍યવસ્‍થા થી લઈને આશ્રમના દરેક નાનાથી મોટા કામમાં સ્‍વાતિમાનો સહકાર રહ્યો. સ્‍વાતિમા અંગ્રેજીમાં નિષ્‍ણાત હોઈ તેઓ પ્રવચનોમાં ગ્રીક-આર્મેનિયન ફિલોસોફર ગુર્જીએફ, રશિયન ફિલોસોફર પી.ડી. ઓસ્‍પેન્‍સ્‍કી, મોરિસ નિકોલ વગેરેના આંતરરાષ્‍ટ્રીય પુસ્‍તકોનો ગુજરાતી માં અનુવાદ કરતા.ગ્રેજ્‍યુએશનથી સંસ્‍કળત ભાષાનો અભ્‍યાસ કર્યો હોઈ ગીતા, પતંજલિ યોગ સૂત્ર, દર્શન શાષાો, નારદ ભક્‍તિ સૂત્ર વગેરે ગ્રંથોના સુત્રો- શ્‍લોકોના શબ્‍દાર્થ અને ગુહ્યાર્થ માં મદદરૂપ થતા.ખપારી, તગારા- પાવડા સાથે દૈનિક શારીરિક શ્રમ માં જોડાતા, ઘેડ વિસ્‍તારમાં સૂર્યાસ્‍ત- ચંદ્રોદયનો લ્‍હાવો માણતા, મધુવંતી નદી અને દરિયાના સંગમમાં તાાન, હાર્મોનિયમ સાથે સંગીત અને વળક્ષો-પશુ-પક્ષીઓ વચ્‍ચે સાધારણ પરંતુ સુંદર ઓરડામાં વસવાટ કરતા. આમ, ગુર્જીએફ સિસ્‍ટમ મુજબ 'The Harmonious development of man' એટલે કે માણસના શારીરિક, બૌદ્ધિક અને ભાવનાત્‍મક કેન્‍દ્રોનો સુમેળભર્યો વિકાસ, જેમાં કોઇ એક કેન્‍દ્ર અન્‍ય કેન્‍દ્ર પર હાવી ન હોય, વ્‍યક્‍તિત્‍વનું કોઈ એક પાસું અન્‍ય પાસાંથી નબળું ન હોય, તેવા જીવનની શરૂઆત સ્‍વાતિમા માટે થઇ.આ પ્રમાણે ઇંગ્‍લેંડમાં રહેતા હંસા વકીલ ઓશો સંન્‍યાસ પછી માધવપુર ગામે સ્‍થિત મા આનંદ સ્‍વાતિ બની ખરા અર્થોમાં આંતરિક સમળધ્‍ધિ પામ્‍યા.

૮૪ વર્ષની વયે ઘસારાના લીધે થાપાના હાડકાના ફ્રેક્‍ચર થયા પછી ઉંમરલાયક લોકો માટે મનોબળ અને જીજીવિષા તોડી પાડે તેવી હીપ-રિપ્‍લેસમેન્‍ટ સર્જરી થવા છતાં, માત્ર બે મહિના બાદ મજબૂત વિલ-પાવરના લીધે તેઓ ફરી જાતે પોતાની કાર ચલાવવા લાગ્‍યા, ૮૮ વર્ષ સુધી સ્‍વસ્‍થ ટટ્ટાર હરતા-ફરતા,કીર્તન-ગરબા -સંગીત કરતા,કાનનદેવીના જૂના હીન્‍દી ગીતોથી લઈ ડોરિસ ડે ના અંગ્રેજી સોન્‍ગઝ ગાતા, સ્‍વિમીંગ કરતા, રાત્રે પોતાના મોબાઈલનું હોટસ્‍પોટ ટી.વી. સાથે જાતે કનેક્‍ટ કરી નેટફિ્‌લક્ષ પર ક્‍લાસિક અંગ્રેજી પિક્‍ચરો જોતા,હરરોજ ર્મોનિંગ વોક માટે નીકળી આસપાસના વળક્ષો-પક્ષીઓ- પુષ્‍પો નિહાળતા, સ્‍વાદિષ્ટ કોટેજ-ચીઝ સેન્‍ડવિચ, સ્‍પગેટી અને પૌષ્ટિક સૂપ્‍સ બનાવતા,જીવનના અંત સુધી ગુર્જીએફના વિવિધ પુસ્‍તકોનું વાંચન અને ગીતાનું અધ્‍યયન કરતા સ્‍વાતિમા ના ચહેરા પર ઓશો સંન્‍યાસીની મોજ અને ખુમારી હંમેશા ઝલકતી. આવા આત્‍મનિર્ભર અને અજોડ એવા સ્‍વાતિમાએ તારીખ ૭ નવેમ્‍બર ૨૦૨૪ ના રોજ પળથ્‍વી પરથી વિદાય લીધી. તેમની જીવનશૈલી, જીવન પ્રત્‍યેનો દ્રષ્ટિકોણ, શરીરની સંભાળ અને મગજની તર્કસંગતતા પ્રશંસનીય હતી. પુત્રોના શિક્ષણ -ઉછેરથી લઇ ને પૌત્ર-પૌત્રીને વાંચન અને સંગીતનો વારસો આપી, દરેક સામાજીક જવાબદારી નિભાવવાની સાથોસાથ ઓશોના સંદેશા મુજબ પોતાની આગવી ઇન્‍ડીવીડયુઆલીટી જાળવી રાખી તેમજ જાગળતિ તરફના પ્રયાસો ચાલુ રાખ્‍યા. જીવનભર એક નિતિ ભૂમિકામાં સપડાઇ ન રહી, એક વ્‍યક્‍તિગત સંશોધક બની જીવનાર સ્‍વાતિમાએ   ãUçâÕæ ¹ðçÜÕæ, ÏçÚUÕæ ŠØæÙ× ખેલિબા, ધરિબા, ધ્‍યાનમ સુત્ર યથાર્થ કરી બતાવ્‍યું.

પૂ. રામદુલારે બાપુ, પૂ.બ્રહમવેદાંતજી, પૂ. તાવરિયાજી, પૂ. વિમલા ઠકાર જેવા સંતો અને પૂ.રમીલામા, પૂ.સ્‍વાતિ મા જેવા ઉચ્‍ચ સાધકોના આંદોલનો થકી આજે પણ ઓશો આશ્રમ માધવપુર (ઘેડ) ની મુલાકાત દરમ્‍યાન શાંતિ અને આનંદનો અનુભવ થાય છે.

પૂજ્‍ય સ્‍વાતિમાના જ્‍યેષ્ઠ પુત્ર શ્રી રાજેન વકીલ અને બ્રહ્મવેદાંતજીના શિષ્‍ય ડૉ. મનીષી શેઠ વર્તમાન સમયમાં પણ

માધવપુર આશ્રમમાં મુલાકાતીઓ અને સાધકોને માર્ગદર્શન આપી સાધનાના માર્ગે મદદરૂપ ( થઈ રહ્યા છે. ઓશો આશ્રમ,

માધવપુરના નિર્માણના આરંભમાં પૂ.રામદુલારે બાપુ ની સતત હાજરી, માર્ગદર્શન અને આશીર્વાદ રહ્યા છે. રામદુલારે

આશ્રમ અને ઓશો આશ્રમ પાસ-પાસમાં છે. આ આશ્રમો પૂ.બ્રહમવેદાંતજીના સંતાનો તેમને મળેલા આધ્‍યાત્‍મિક વારસાને

અનુરૂપ સંભાળી રહ્યા છે, જેનો લાભ અધ્‍યાત્‍મના અનેક ખોજીઓને સતત મળી રહ્યો છે.

પૂ. બ્રહ્મવેદાંતજીનું સાનિધ્‍ય

રાજકોટ : ઓશોની શિબિર દરમ્‍યાન સ્‍વામી શ્રી બ્રહ્મવેદાંતજી હંસાબેનની  સાથે તેઓની મુલાકાત થઈ. જે મુલાકાત મૈત્રીમાં - પરિણમી. તે દિવસોમાં ડો.વકીલસાહેબને મેડિટેશન વખતે ધ્‍યાનની ગહેરાઈમાં એક પિરામિડ આકારના મોટા મેડિટેશન હોલનું નિર્માણ કરવાની પ્રેરણા આવી. ઓશો ને આ વિશે જણાવતા, ઓશોએ મેડિટેશન હોલ વેરાવળ ખાતે બનાવવાની  મંજૂરી આપી અને તેનું નામકરણ કર્યુ -સંકેત! આ મેડિટેશન સેન્‍ટર ‘સંકેત'ના ઉદ્‌્‌ઘાટન વખતે સ્‍વામી શ્રી બ્રહ્મવેદાંતજીને સમાધાન અને જ્ઞાનની જે ઘટના ઘટી તેના સાક્ષી બન્ને પરિવારો અને અન્‍ય ઘણા સન્‍યાસીઓ બન્‍યા.તે દિવ્‍ય વાતાવરણ અને પ્રબુદ્ધિની ઘટના દરેક સભ્‍ય માટે જીવનના મહત્‍વના વળાંક રૂપી બની રહી.

આ ઘટના બાદ ભગવાન શ્રી બ્રહમવેદાંતજી અને પૂજ્‍ય રમીલામા દ્વારા સ્‍થાપિત ઓશો આશ્રમ માધવપુરની વકીલ પરિવારે અનેક વાર મુલાકાત લીધી અને ડો.વકીલ સાહેબના અવસાનના થોડા વર્ષો બાદ ‘મા આનંદ સ્‍વાતિ' અહીંયા કાયમ માટે સ્‍થાયી થયા. શ્રી કળષ્‍ણની આ પવિત્ર ભૂમિ પર રચાયેલા માધવપુર ઓશો આશ્રમમાં ઘણી પ્રબુદ્ધ ચેતનાઓ અને સંતો સદેહે પધાર્યા અને સાધકોને પોતાની વાણીનો લાભ આપ્‍યો. જેમાં સ્‍વામી શ્રી રામદુલારે બાપુ, પારસી મહાયોગી શ્રી સોલી એન.તાવરિયા, આધ્‍યાત્‍મિક સંત અને પ્રખર રાષ્‍ટ્રભક્‍ત પૂજ્‍ય વિમલાતાઈ (દીદીમા) વગેરે સાથે મુલાકાતો,પ્રવચનો,ચર્ચા વિચારણા અને આદાન-પ્રદાનનો સુવર્ણકાળ શરૂ થયો

(11:03 AM IST)