News of Friday, 29th November 2024
વાસી ખમણ-ભજીયા-નમકીન સહિત ૪ કિલો જથ્થાનો નાશ
મનપાની ફુડ શાખાના ચુનારાવાડ વિસ્તારમાં દરોડા : ચામુંડા ફરસાણ સ્વીટ માર્ટ તથા સદગુરૂ એજન્સીમાંથી અખાદ્ય પદાર્થ ઝડપાયોઃ રપ ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવવા સુચના

રાજકોટ તા. ર૭: મ્યુનિ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા શહેરીજનોના આરોગ્ય પદહિતાર્થે વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની દુકાનમાં ચેકીંગ કરવામાં આવે છે. જે અન્વયે ચુનારાવાડ વિસ્તારમાં ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ તથા સદગુરૂ એજન્સીમાં ચેકીંગ દરમ્યાન વાસી અખાદ્ય ખમણ, ભજીયા અને નમકીન અંદાજીત ૪ કિલો જથ્થો મળી આવતા નાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં ફોકર્સ ઝોનમાં રપ વેપારીને લાઇસન્સ મેળવવા સુચના આપવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
૪ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક રાજકોટ મુકામે આવેલ ‘‘ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ'' પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ખમણ અને ભજીયાનો અંદાજીત ૦૨ કિ.ગ્રા. તેમજ ચુનારાવાડ ચોક રાજકોટ મુકામે આવેલ ‘‘સદગુરુ એજન્સી'' પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નમકીનનો અંદાજીત ૦૨ કિ.ગ્રા. સહિત કુલ ૪ કિલો અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ બન્ને પેઢીને લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
૨૫ ધંધાર્થિઓને સૂચના
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઈ મેઇન રોડ, રાજનગર ચોક થી માયાણી ચોક તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૫૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ ૨૫ ધંધાર્થિઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.જેમાં (૦૧)મેગી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)પટેલ નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)રાધે હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)રઘુવંશી પાન ્રૂ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭) જય શક્તિ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮) જય સોમનાથ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯) શક્તિ પાન ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦) FD સુપર માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧) XYZ મેડિકલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)જય વેલનાથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૩)જય બાલાજી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૪) ખોડિયાર જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૫) જીવા આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૬) કલેજાની ચા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૭) ચામુંડા કળપા ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૮) રાધે જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૯) કાકા સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨૦) બાલાજી સાઉથ ઇન્ડિયન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨૧) ડિલક્સ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨૨) વહી આનંદ ભોજનાલય -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨૩) ગોલીવાલા સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨૪)જય સિયારામ પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨૫) જય પીપરવાડી નાસ્તા ગળહનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ક્રિષ્ના સુપર માર્કેટ (૨૭) શ્રી આનંદ સ્ટોર (૨૮) શ્રી ગોવર્ધન ડેરી ફાર્મ (૨૯) ક્રિષ્ના માવા કેન્ડી (૩૦)પાર્થ કેમિસ્ટ (૩૧) ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી (૩૨) ક્રિષ્ના લાઈવ પફ (૩૩)પટેલ ડાઈનીંગ હોલ (૩૪) ધ ટેડ હબ (૩૫) મારુતિ રેસ્ટોરેન્ટ (૩૬) સ્નેહર્ષ પાર્લર (૩૭)ઓમ ખમણ (૩૮)રાજ વૈભવ આઇસ્ક્રીમ (૩૯) શક્તિ નમકીન (૪૦) આશાપુરા કોલ્ડ્રિંક્સ (૪૧) સિલ્વર બેકરી કેક શોપ (૪૨) ખ્ધ્ બેકરી કેક શોપ (૪૩) ગોકુળીયું ફેમેલી રેસ્ટોરેન્ટ (૪૪) ક્રિશ ચાઇનીઝ પંજાબી (૪૫) નીલકંઠ મેડીસીન્સ (૪૬) ફેમિલી ફસ્ટ માર્ટ (૪૭) જલારામ બેકર્સ (૪૮) જય દ્વારકાધીશ હોટલ (૪૯) જય જલારામ દાળ પકવાન (૫૦) શ્રી ગણેશ મદ્રાસ કાફે (૫૧) બાલાજી ખમણ (૫૨) શ્રીરામ ચાઇનીઝ પંજાબી (૫૩) જય સરદાર રેસ્ટોરેન્ટ (૫૪) શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ (૫૫) લીંબુ સોડા (૫૬) બાલાજી પાઉંભાજી (૫૭) રાહન મેડીકલ (૫૮) સંતોષ ભેળ (૫૯) શિવાંશી પાણીપૂરીની ચકાસણી કરવામાં આવી હતી. (
(2:54 PM IST)










