<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

આવતા અઠવાડિયે કલેકટરની ચિંતન શીબીર

વર્ષો બાદ યોજાશેઃ ઘેલા સોમનાથની પસંદગીઃ તમામ મામલતદાર-પ્રાંત તથા અન્‍ય ખાતાના અધીકારીઓને બોલાવાશે... : રાજકોટ શહેર-જીલ્લાના પ્રવાસન સ્‍થળો વિકસાવવા-નવા પર્યટક સ્‍થળો શોધી કાઢવા સહિતના મહેસૂલી મુખ્‍ય મુદા

 

 

રાજકોટ તા. ર૯: તાજેતરમાં રાજય સરકારની સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં  IAS-IPS અધીકારીઓની ત્રણ દિવસની મહત્‍વની ચિંતન શીબીર યોજાઇ હતી, જેમાં રાજકોટ કલેકટર પ્રવાસન સ્‍થળો અંગે મહત્‍વનો પ્રોજેકટ તથા પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું હતું.

હવે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી રાજકોટ શહેર-જીલ્લાની ચિંતન શીબીર આવતા અઠવાડિયે યોજવા જઇ રહ્યા છે.

કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે, આવતા મહિને સંભવતઃ આવતા અઠવાડિયે ઘેલા સોમનાથ ખાતે ચિંતન શીબીર યોજાશે, જેમાં તમામ પ્રાંત-મામલતદારો, શાખા અધીકારીઓ-વડાઓ, ઉપરાંત પંચાયત, શિક્ષણ, આર એન્‍ડ બી, પીડબલ્‍યુડી, સિંચાઇ, શિક્ષણ ખાતાના કલાસ-૧, કલાસ-ટુ અધીકારીઓને બોલાવાશે.

તેમણે ઉમેર્યું હતું કે આ ચિંતન શીબીરમાં રાજકોટ શહેર-જીલ્લાના હાલના તમામ પ્રવાસન સ્‍થળો કેમ વિકસાવવા, કાયમી ઢબે સફાઇ-સ્‍વચ્‍છતા, તથા અન્‍ય ગામડાઓમાં બહાર ન આવ્‍યા હોય તેવા પ્રવાસન-પર્યટક સ્‍થળો શોધી કાઢવાનો મુખ્‍ય મુદો રહેશે, આ ઉપરાંત મહેસૂલના મુદાઓ અંગે-એ.આઇ. ટેકનોલોજી અંગે પણ સમીક્ષા થશે, દરેક અધીકારીને પ્રેઝન્‍ટેશન હોય તો તેની તૈયારી સાથે આવવા સૂચના અપાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટ જીલ્લાની ચિંતન શીબીર ઘણા વર્ષો પછી થઇ રહી છે, તાજેતરની રાજય સરકારની ચિંતન શીબીરમાં રાજકોટ કલેકટર દ્વારા પ્રવાસન સ્‍થળોનું પ્રેઝન્‍ટેશન રજૂ થયા બાદ રાજયના દરેક જીલ્લાઓને અમલવારી કરવા સરકારે તાકિદ કરી છે.

(2:55 PM IST)