News of Friday, 29th November 2024
ઉમાકાંત પંડીત ઉદ્યોગનગરમાં રૂા.૭૩ હજારના વિદેશી દારૂ ભરેલી સ્ક્રોપીયો સાથે હર્ષ પકડાયો
માલવીયાનગર પોલીસના હેડ કોન્સ અજયભાઇ વિક્રમા અને કોન્સ ભાવેશભાઇ ગઢવીની બાતનીઃદારૂ અને સ્ક્રોપીયો મળી રૂા.૧૨.૭૩ લાખનો મુદામાલ કબાજોઃટંકારાના બંગાવડીના શખ્સની શોધખોળ

રાજકોટતા.૨૯: શહેશના ઉમાકાંત પંડીત ઉદ્યોગનગર બગીચા પાસે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૭૩ હજારના વિદેશી દારૂ ભરેલી સ્ક્રોપીયો સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ઉમાકાંત પંડીત ઉદ્યોગનગરમાં એક સ્ક્રોપીયો વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થઇ હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ અજયભાઇ વીક્રમા અને કોન્સ ભાવેશભાઇ ગઢવીને બાતની મળતા ઉદ્યોગનગર શેરી નં.૫ ર બગીચા પાસેથી જી.જે.૩ એન.બી.૪૩૭૩ નંબરની સ્ક્રોપીયોમાંથી રૂા.૭૩૪૯૧ ની કિંમતની વિદેશી દારૂની ૧૩૧ બોટલ મળી આવતા હર્ષ જીજ્ઞેશભાઇ જોષી(ઉ.વ.૨૩)(રહે.મવડી રોડ બજરંગ સાસાયટી)ને પકડી લીધો હતો.પોલસની પૂછપરછમાં ટંકારાના બંગાવડીના જયદીપસિંહ જાડેજાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી પી.આઇ.જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.ડી.એસ.ગજેરા, એ.એસ.આઇ.હિરનભાઇ પરમાર ,હેઙકોન્સ .અજયભાઇ વિક્રમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર,હિતેશભાઇ અગ્રાવત, કોન્સ ભાવેશભાઇ ગઢવી, મનીષભાઇ સોઢિયા, મયુરદાન બાટી, જયદિવસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા દ્રારા કરવામાં આવી હતી
(3:06 PM IST)










