<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

તબીબના ફલેટમાં પૂર્વ સફાઇ કર્મચારી વિશાલ ઉર્ફે અર્જુને મિત્રો સાથે મળીને રૂા. ૬.૬૦ લાખના મશીનોની ચોરી કરી'તી

યુનિવર્સિટી પોલીસના એએસઆઇ જગમાલભાઇ ખટાણા, કોન્‍સ. ગોપાલસિંહ અને દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમીઃ પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ર૯ :.. અવધ રોડ પર ડેકોરા હેબીટેટમાં તબીબના ફલેટમાં થયેલી રૂા. ૬.૬૦ લાખના મશીનોની ચોરીનો યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી પૂર્વ સફાઇ કર્મચારી અને તેના બે મીત્રોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતી મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલના તબીબ નીરલભાઇ મહેતા અમેરિકા ગયા હોઇ તેથી તેના અવધ રોડ પર આવેલા ડેકોરા હેબીટેટ  એપાર્ટમેન્‍ટમાં ફલેટ નં. ર૦૧ માં કોઇ અજાણ્‍યા શખ્‍સોએ ચાવીથી તાળુ ખોલી રૂા. ૬.૬૦ લાખના અલગ-અલગ મશીનોની ચોરી કરી હોવાની હોસ્‍પિટલના એડમીનીસ્‍ટ્રેટીવ દિપભારથી ગોસાઇએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એમ.જી. વસાવા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જી. ડોડીયા સહિતના સ્‍ટાફે સીસીટીવી કેમેરાના આધારે શાંતી મલ્‍ટી હોસ્‍પિટલમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ કરતા વિશાલ વાઘેલા નામનો કર્મચારી એક વર્ષ પહેલા હોસ્‍પિટલમાં સફાઇ કામ કરતો હતો તે તબીબ નિરલભાઇ ના ફલેટમાં પણ સફાઇ કરવા માટે આવતો જતો હતો તેથી ફલેટની એક ચાવી તેની પાસે પણ હોઇ તેમ જાણવા મળતા પોલીસે તે દીશામાં તપાસ હાથ ધરી હતી દરમ્‍યાન આ શખ્‍સ રાજકોટમાં હોવાની એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા, કોન્‍સ ગોપાલસિંહ જાડેજા  અને દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી  મળતા અગાઉ હોસ્‍પિટલમાં સફાઇ કામ કરતા વિશાલ ઉર્ફે અર્જુન વાલજીભાઇ વાઘેલા (ઉ.વ.ર૧) (રહે. મુરલીધર ચોક પાસે નટરાજનગર આવાસ યોજના કવાર્ટર સી-વીંગ ફલેટ નં.૩૧૧) નટરાજનગર આવાસ યોજના કવાર્ટર ના કરણ ધીરૂભાઇ વાળા (ઉ.વ. રર) અને ૮૦ ફુટ રોડ ખોડીયાર પરા-ર ના સંજય ભીખાભાઇ પરમાર (ઉ.વ.૩ર) ને પકડી લઇ રૂા. ૬.૬૦ લાખના ચોરાઉ મશીનો કબજે કર્યા હતા, પોલીસની પુછપરછમાં વિશાલ ઉર્ફે અર્જુન ચેક વર્ષ પહેલા શાંતી મલ્‍ટી હોસ્‍પિટલમાં સફાઇ કામ કરતો હતો અને તબીબી નિરલભાઇના ફલેટમાં પણ અવાર નવાર સફાઇ કરવા જતો હોઇ તેથી ફલેટની એક ચાવી તેની પાસે રહેતી હતી.

  બાદ તે હોસ્‍પિટલમાંથી છુટો થઇ ગયો હતો. તબીબી વિદેશ ગયા હોવાની ખબર પડતા વિશાલે તબીબના ફલેટમાં ચોરી કરવાનો ઇરાદો કરી મિત્ર કરણસની મદદથી તેણે ફલેટમાંથી મશીનોની ચોરી કરી  હતી બાદ આ મશીનો તેના મીત્ર સંજય પરમારને તેના ઘરે સાંચવવા માટે આપ્‍યા હતા. આ અંગે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

આ કામગીરી પી.આઇ. એમ.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જી. ડોડીયા, એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા, હેડ કોન્‍સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ક્રીપાલસિંહ ઝાલા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 

 

(3:36 PM IST)