News of Friday, 29th November 2024
તાલુકા મામલતદારનું ઓપરેશનઃ રહેણાંક મકાનો ધાર્મિક દબાણો તોડી પડાયા

રાજકોટઃ તાલુકા મામલતદારશ્રી મકવાણા તથા દબાણના નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહે પોલીસ બંદોબસ્ત સાથે કુવાડવા ખાતે ઓપરેશન હાથ ધરી રૂા. ૧૦ લાખની જમીન ખુલ્લી કરાવી હતી, કુવાડવા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર પપ૮ પૈકીની અંદાજિત પ૦૦ ચો.મી. જમીનમાં રહેણાંકના મકાનો તથા ધાર્મિક દબાણ થયેલ, જે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ સરકારી જમીનની બજાર કિંમત આશરે દસ લાખ જેટલી થાય છે, જે ખુલ્લી કરાવાઇ હતી.
(3:42 PM IST)










