News of Friday, 29th November 2024
રામકૃષ્ણ મઠ- રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી રાજકોટ આવી રહ્યા છે
૯૬ વર્ષની વયે પણ સતત પ્રવાસ કરતા ગૌતમાનંદજીનું ૩જી ડિસે. સાંજે ૭.૧૫ વાગ્યે વિવેક હોલમાં પ્રવચન : જાહેર નિમંત્રણ

રાજકોટ, તા. ૨૯ : ડિસેમ્બર સોમવારના રોજ સમસ્ત રામકળષ્ણ મઠ અને રામકળષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ રાજકોટમાં પધારશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે છેલ્લે ડિસેમ્બર ૧૯૯૧માં રાજકોટની મુલાકાત લીધી હતી.
રામકૃષ્ણ સંઘના સત્તરમા પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી વર્ષ ૧૯૫૬માં ત્યાગના માર્ગ પર પ્રશસ્ત થયા અને ‘શિવ જ્ઞાને જીવ સેવા'ના આદર્શને ચરિતાર્થ કરતા રામકળષ્ણ મઠ અને મિશનના વિવિધ કેન્દ્રો જેમ કે દિલ્હી, સોહરા, મુંબઈ, આલો, રાયપુર, નારાયણપુર, ચેન્નઈ જેવા કેન્દ્રોમાં તેઓએ સેવા આપી. આ પ્રદેશોમાં તેઓ મંદિર નિર્માણ, આદિવાસી ઉત્થાન, અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો પ્રચાર વગેરે અનેક આધ્યાત્મિક અને સેવાકીય ઙ્ગવળત્તિઓમાં નિમિત્ત બન્યા. ૯૬ વર્ષની વયે પણ તેઓનો જન-જન સુધી ભગવાન શ્રીરામકૃષ્ણ દેવ તથા સ્વામી વિવેકાનંદજીનો સંદેશ પહોંચાડવાનો ઉત્સાહ નવી પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.
આ માટે તેઓ દેશ-વિદેશમાં સતત ભ્રમણ કરતા રહે છે. ગૌતમાનંદજી પોતાની રાજકોટ મુલાકાત દરમિયાન ૩ ડિસેમ્બરના રોજ સાંજે ૭:૧૫ વાગ્યે આશ્રમના વિવેક હોલમાં આયોજિત જાહેર સભામાં આશીર્વચન પાઠવશે. સમસ્ત રાજકોટવાસીઓને આ સભામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
(3:45 PM IST)










