News of Friday, 29th November 2024
પ્રેમલગ્ન કરી રાજકોટ આવેલી કાનપુર (યુપી)ની યુવતીનું મોટી ટાંકી આસપાસ અપહરણ : પોલીસે વંથલી નજીકથી યુવતીને છોડાવી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા અપહરણકારોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન

રાજકોટ : આજે બપોર બાદ પ્ર.નગર વિસ્તારના મોટી ટાંકી ચોક આસપાસ પ્રેમલગ્ન કરી પતિની સાથે રહેતી કાનપુર (યુપી)ની યુવતીને ઉત્તરપ્રદેશ પાસીંગની કોઈ કારમાં ઉઠાવી જવાયાના મેસેજ પોલીસ કંટ્રોલને મળતા શહેર પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને ઍરપોર્ટ પોલીસ સ્ટેશનની ટુકડીઅો પણ કામે લાગી હતી. ચારેકોર મોકલાવાયેલા સંદેશાને આધારે જૂનાગઢના વંથલી નજીકથી ચોક્કસ કારને આંતરી યુવતીને રાજકોટ લાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફેસબુક ઉપર સંપર્કમાં આવ્યા બાદ આ યુવતીઍ ઍરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખેરવા ગામના યુવક સાથે પ્રેમ લગ્ન (કોર્ટ મેરેજ) કર્યા હતા. પાછળથી યુવતીના પરિવારજનો તેને ફોસલાવી ફરી પોતાની સાથે વતનમાં લઈ ગયા હતા. પરંતુ ફરીથી યુવતી ત્યાંથી પોતાના પતિ પાસે રાજકોટ આવી ગયા બાદ આજે યુવતીના પરિવારજનોઍ તેને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ રહ્ના હતો.
(4:54 PM IST)










