News of Saturday, 30th November 2024
હેડ પોસ્ટ ઓફિસના આસી. ડિરેક્ટરને રાજસ્થાની શખ્સે વિડીયો મોકલી મારી નાખવાની ધમકી દીધી
અગાઉ અધિકારી રાજસ્થાન ફરજ બજાવતા ત્યારે આલોક ભારદ્વાજ વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી ધમકીભર્યા વિડીયો મોકલ્યાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૦: હેડ પોસ્ટ ઓફિસના આસી. ડિરેક્ટરને તેઓ અગાઉ રાજસ્થાન ફરજ બજાવતાં હોઇ ત્યાં રહેતા શખ્સે માથાકુટ કરી હોઇ તેના વિરૂધ્ધ ત્યાંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોઇ આ બાબતનો ખાર રાખી એ શખ્સે બે વખત વ્હોટ્સએપમાં વિડીયો મોકલી તેમને અને તેમના પત્નિને ધમકી આપતાં ફરિયાદ દાખલ કરાવાઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સિનીયર પોસ્ટ માસ્તર ક્વાર્ટરમાં રહેતાં અને હેડ પોસ્ટ ઓફિસ ખાતે આસી. ડિરેક્ટરના પદે ફરજ બજાતાં જયકિશન હીંગોરાની (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી રાજસ્થાનના અજમેર ખાતે એમડી કોલોનીમાં રહેતાં આલોક ભારદ્વાજ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે. જયકિશન હીંગોરાનાીએ ફયિરાદમાં જણાવ્યું છે કે હું ૩૦ વર્ષની વિવિધ રાજ્યોમાં પોસ્ટ ખાતામાં ફરજ બજાવુ છું. છેલ્લે જુન ૨૦૨૪માં રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લાથી મારી રાજકોટમાં બદલી થઇ છે. ૧૫/૯/૨૪ના રાતે ૧૧:૫૫ કલાકે મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મેં તે કોલ રિસીવ કર્યો નહોતો. એ પછી મને વ્હોટસએપમાં એ જ નંબર પરથી વિડીયો મોકલાયો હતો. વિડીયો જોતાં તેમાં આલોક ભારદ્વાજ મને અને મારા પત્નિને મારી નાખવાની ધમકી આપતો હતો. એ પછી ૧૬/૯ના રોજ સવારે છ વાગ્યે ફરીથી વિડીયો મોકલાયો હતો. તેમાં ણ તે જેમ ફાવે તેમ બોલી મને અને મારા પત્નિને મારી નાખવાનધી મકી આપતો હતો.
આથી મેં એ નંબર બ્લોક કરી દીધો હતો. એ પછી મને તેમાંથી કોઇ ફોન કે મેસેજ આવ્યો નથી. હું અગાઉ રાજસ્થાનમાં નોકરી કરતો હતો ત્યારે અમારા ઘરથી આશરે દસેક ઘર દૂર આલોક રહેતો હતો. તે વખતે તેણે માથાકુટ કરી હોઇ જેથી મેં ત્યારે અલવરગેઇટ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. એ પછી મારી બદલી રાજકોટ થઇ હોઇ હાલ હું રાજકોટ રહુ છું. ગત ૨૮/૭/૨૪ના રોજ આલોક મારા અજમેર વાળા ઘરમાં ઘુસતો હોઇ અને કેમેરા તોડતો હોય તેવુ મારા ધ્યાને કેમેરા ચેક કરતાં આવ્યું હતું. મેં તે અંગે અલગથી તેના વિરૂધ્ધ અલવર ગેઇટ પોલીસમાં ફરિયાદ આપી હતી. આમ મેં અગાઉ કરેલી ફરિયાદનો ખાર ાખી તેણે વિડીયો મોકલી ધમકી આપી હોઇ અને અલવરગેઇટ પોલીસે તેને પકડયો હોવાની મને જાણ થતાં હવે અહિ મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં કિશન હીંગોરાનીએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:19 PM IST)










