<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

૪ સંતાનની માતા સાથે કુટુંબી દિયરનું છરીની અણીએ દૂષ્‍કર્મઃ ભૂજ બોલાવી ફરી બળજબરી, ધમકીથી પતિએ આપઘાત કર્યો

મહેમાન બનીને આવી ચારેક દિવસ રોકાઇ ચાળા કર્યા, પણ તે ખૂંખાર હોઇ ડરીને પરિણીતાએ કોઇને જાણ ન કરીઃ પછી દિવાળીની રાતે આવી આખા પરિવારને મારી નાખવાની ધમકી દઇ બળાત્‍કાર ગુજારી ભાગી ગયો હતો :હવસખોરે પોતાના ઘરે ભુજ મહેમાનગતિ કરવા બોલાવી પરિણીતાના પતિ-સસરાને મારકુટ કરી ભગાડી દીધાઃ પછી વાળ ખેંચી પછાડી વાળ તોડી નાંખી ફરી બળાત્‍કાર ગુજાર્યોઃ તક જોઇ ભાગેલી પરિણીતા પોતાના માવતરે જતી રહીઃ ત્‍યાં પતિએ આવી કહ્યું-ઓલો ગમે તે ભોગે તને ભગાડી જશે, એની ધમકીથી હું દવા પીને આવ્‍યો છું...દવાખાને ખસેડયો પણ જીવ ન બચ્‍યોઃ પતિની અંતિમવિધી બાદ રાજકોટ આવી તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્‍યોઃ પોલીસ ભુજ તરફ રવાના

રાજકોટ તા. ૨: શહેરની ભાગોળે ઝૂપડામાં રહેતી ચાર સંતાનની માતા એવી ત્રીસ વર્ષની પરિણીતા પર દિવાળીની રાતે તેના કુટુંબી દિયરે આખા પરિવારને મારી નાખવાની ધમકી દઇ દૂષ્‍કર્મ ગુજારી લેતાં અને બાદમાં તેણીના પતિ સહિતને ભુજ પોતાને ત્‍યાં મહેમાનગતિ માણવા બોલાવી આ પરિણીતાના પતિ, સસરાને મારકુટ કરી ભગાડી ત્‍યાં પણ તેણીના વાળ ખેંચી વાળ તોડી નાખી મારકુટ કરી બળાત્‍કાર ગુજારી લેતાં અને ધમકી આપતાં પરિણીતા ત્‍યાંથી તક જોઇ ભાગી નીકળ્‍યા બાદ પોતાના વતનમાં રોકાઇ હોઇ તેણીના પતિને પણ કુટુંબી ભાઇ ધમકીઓ આપતો હોઇ પતિએ ઝેર પી આપઘાત કરી લેતાં અંતે તેણીએ અંતિમવિધી બાદ રાજકોટ આવી કુટુંબી દિયર વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર ૩૦ વર્ષની વિધવાની ફરિયાદ પરથી છરી બતાવી મારકુટ કરી તેણીને અને તેણીના પરિવારને મારી નાખવાની ધમકી દઇ વારંવાર બળાત્‍કાર ગુજારવાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છુ અને મારે સંતાનમાં ચાર બાળકો છે. તા. ૫/૯/૨૪ના સાંજે છએક વાગ્‍યે હું ઘરે હતી ત્‍યારે મારા  પતિના કાકાનો દિકરો અમારી ઘરે મહેમાન થઇને આવ્‍યો હતો. તે થોડા દિવસ અમારા ઘરે જ રોકાયો હતો. એ પછી અવાર-નવાર અમારી ઘરે આવવા માંડયો હતો. એકવાર મારા પતિ ઝૂપડે હાજર ન હોઇ શંકરે આવીને મારી ઉપર નજર બગાડતાં અને અડપલા કરતાં તે ખુબ ખૂંખાર વ્‍યક્‍તિ હોઇ હું ડરી ગઇ હતી અને કોઇને જાણ કરી નહોતી. એ પછી શંકર અવાર-નવાર મારા પતિ બહાર જાય ત્‍યારે ઝૂપડે આવી જઇ ખરાબ નજર કરતો હતો.

દરમિયાન તા. ૩૧/૧૦/૨૪ના રોજ દિવાળીની રાતે મારા પતિ ન હોઇ તે આવ્‍યો હતો અને મને છરી બતાવી મને તેમજ મારા પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીરસંબંધ બાંધી લીધો હતો અને ધમકી આપી હતી કે તું કોઇને કહીશ તો તને અને આખા પરિવારને જીવતા રહેવા નહિ દઉં. જેથી મેં બીકને લીધે કોઇને જાણ કરી નહોતી. આ પછી થોડા દિવસ બાદ તેણે મારા પતિને ફોન કરી અમને બધાને તેના ગામ ભુજ મહેમાનગતિ કરવા આવવાનું કહેતાં મારા પતિ, મારા સસરા સહિતના અમે તેના ઘરે ભુજ ગયા હતાં. જ્‍યાં મારા પતિ સાથે તેણે બોલચાલી કરી હતી અને મારા પતિ તથા સસરાને તે મારકુટ કરવા માંડયો હતો. હું છોડાવવા વચ્‍ચે પડતાં મને પણ ઢીકાપાટુનો માર મારતાં અને માથામાં માર મારતાં ઇજા થતાં હું બેભાન થઇ પડી ગઇ હતી.

બાદમાં હૂ઼ ભાનમાં આવતાં મારા પતિ-સસરા હાજર ન હોઇ તે બાબતે તેને પુછતાં તેણે કહેલુ કે મેં એ બંનેને તમારા વતનમાં મોકલી દીધા છે. એ પછી રાતે તેણે ભુજમાં તેના ઘરમાં મારી સાથે બીજીવાર શરીર સંબંધ બાધવાની કોશિષ કરતાં મેં તેને ના પાડતાં તેણે મારા માથાના વાળ પકડી ખેંચતા વાળ તૂટી ગયા હતાં. એ  પછી તેણે બળજબરીથી મારા પર બળાત્‍કાર ગુજાર્યો હતો. એ પછી હું તક જોઇ ત્‍યાંથી સંતાઇને મારા વતન તરફ જતી રહી હતી. મહુવા પંથકના ગામે મારા ઝૂપડે હતી ત્‍યાર પછી થોડા દિવસ પછી મારા પતિ આવ્‍યા હતાં અને કહેલુ કે ઓલાનો ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે તને બળજબરીથી તે કોઇપણ ભોગ તને મારી પાસેથી લઇ જશે, જેથી મેં દવા પી લીધી છે, હવે તું એની સાથે જતી રહેજે...તેમ કહ્યા બાદ મારા પત્‍િ બેહોશ થઇ જતાં હું તેને સરકારી દવાખાને લઇ ગઇ હતી. જ્‍યાં મારા પતિને ડોક્‍ટરે મૃત જાહેર કરી દીધા હતાં. પતિની અંતિમવિધી પછી હું રાજકોટ આવી હતી અને મારી સાથે બળજબરી થઇ હોઇ મેં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભોગ બનનારે વધુમાં કહ્યું હતું કે પ્રથમ વખત કુટુંબી દિયરે મારી સાથે મારા ઝૂપડે છરીની અણીએ ધમકી દઇને બળજબરી કરી હતી અને બાદમાં ભુજ ખાતે મારકુટ કરીને બળજબરી કરી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એલ. બી. ડીંડોરે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(11:48 AM IST)