<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

કલોરીન લિકેજ મોકડ્રીલઃ મનપાનો ટેકનીકલ સ્‍ટાફ જોડાયો

રાજકોટઃ વોટર વર્કસ શાખા દ્વારા પાણીની ગુણવત્તા જાળવવા તેમજ પાણીનાં નિર્જિવાણુકરણ માટે ક્‍લોરીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. ક્‍લોરીન ગેસ “Hazardous Gas” ની શ્રેણીમાં આવતો જોખમી વાયુ છે. જે માટે વોટર મેનેજમેન્‍ટ યુનિટ (વેસ્‍ટ ઝોન) હસ્‍તકનાં જુદાં-જુદાં વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, પંમ્‍પિંગ સ્‍ટેશન તેમજ સ્‍વિમીંગ પૂલ સહિતનાં કુલ-૦૪ સ્‍થળ ઉપર આશરે ૧૫ જેટલા ટેકનિક્‍લ સ્‍ટાફને ક્‍લોરીન સેફ્‌ટી સંલગ્ન માહિતી તેમજ ક્‍લોરીન લિકેજ સમયની ડ્રીલનુ નિદર્શન કરવામાં આવેલ. તદુપરાંત ક્‍લોરીન લિકેજ સમયે ઉપયોગમાં લેવાનાં બ્રિધિંગ એપરેટસ સેટ (બી.એ. સેટ)નાં યોગ્‍ય વપરાશ માટે ટ્રેનિંગ આપવામાં આવેલ. ઉપરોક્‍ત સમગ્ર આયોજન એડી. સિટી એન્‍જિનીયર કે.પી. દેથરીયા, નાયબ કાર્યપાલક  એન્‍જિનીયર વિ.એચ. ઉમટનાં માર્ગદર્શન હેઠળ કેમિસ્‍ટ કે.કે.વ્‍યાસ, અજયસિંહ બી. જાડેજા તેમજ ક્‍લોરીન એટેન્‍ડન્‍ટ ગોપાલ ડાભી દ્રારા કરવામાં આવેલ.

(3:18 PM IST)