<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

‘અમે નીકળીએ ત્‍યારે તારા મમ્‍મી કેમ જેમ તેમ બોલે છે' કહી ધીરૂભાઇને અપમાનીત કરી હુમલો

દેરડી (કુંભાજી)માં બનાવ : યુવાનની સુલતાનપુર પોલીસમાં સંજય ગૌસ્‍વામી તેનો પુત્ર વિશ્વમ સામે એટ્રોસીટીની ફરીયાદ

રાજકોટ, તા. ર : સુલતાન પુરના દરેડી (કુંભાજી) ગામ પાસે યુવાનને ગામમાં જ રહેતા પિતા-પુત્રએ ‘અમે નીકળીએ ત્‍યારે તાા મમ્‍મી કેમ જેમ તેમ બોલે છે' કહી ગાળો આપી અપમાનીત કરી મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી  વિગત મુજબ દેરડી (કુંભાજી) ગામનમાં ઉંધા ટીબી પાસે રહેતા ધીરૂભાઇ દુદાભાઇ ચાવડા (ઉ.વ.૩પ) એ સુલતાનપુર પોલીસ મથકમાં ગામમાં રહેતા સંજય ચંદુભાઇ ગૌસ્‍વામી અને તેનો પુત્ર વિશ્રમ સામે ફરીયાદ નોંધાવી છે ધીરૂભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે પોતે કડીયા કામ કરે છે. ગઇકાલે પોતે પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા ત્‍યારે દેરડી ગામ ઉંધા ટીંબીની ધાર નજીક ગામમાં રહેતા સંજય અને તેનો પુત્ર વિશ્રમે પોતાને રોકી તારામ મમ્‍મી કેમ અને નીકળીએ ત્‍યારે જેમ તેમ બોલે છે તેમ કહી પોતાને ગાળો આપી મોટર સાયકલ પરથી ખેંચી લઇ હાથ મરડી નાખી પોતાના હાથમાં રહેતી પ્‍લાસ્‍ટર કરવાની એલ્‍યુમિનિયમની પટ્ટી આંચકી મારમારતા પોતાને ડાબા પગના સાથળના ભાગે ઇજા થઇ હતી અને પોતાને જ્ઞાતી પ્રત્‍યે હડધુત કરી ગાળો આપી નાશી ગયા હતા આ અંગે પોતે સુલતાનપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ગોંડલના અધિકારી કે.જી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(2:44 PM IST)