<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

બાપા સીતારામનગરમાં મકાનમાં થયેલી રૂા. ૧.૩૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : કિરણની ધરપકડ

થોરાળા પોલીસના પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરી હેઠળ કામગીરીઃ હેડ કોન્‍સ. ભરતસિંહ પરમાર અને કોન્‍સ જયરાજસિંહ કોટીલાની બાતમી

રાજકોટ, તા. ર : નવા થોરાળા મેઇન રોડ પર બાપા સીતારામનગરમાં આવેલા મકાનમાં થયેલી રૂા. ૧.૩૦ લાખની ચોરીનો થોરાળા પોલીસે ભેદ ઉકેલી એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નવા થોરાળા મેઇન રોડ પર બાપા સીતારામ નગરમાં શેરી નં. ર/૩ માં આવેલા એક મકાનમાં થોડા દિવસ પહેલા રૂા. ૧,૩૦,૦૦૦ ની રોકડની ચોરી થઇ હોવાની ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ બનાવનો ભેદ ઉકેલવા માટે પીઆઇ એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠલ પીએસઆઇ એમ.એમ. મહેશ્વરી સહિતના સ્‍ટાફે તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન એંસી ફૂટ રોડ પર શંકાસ્‍પદ એક શખ્‍સ ઉભો હોવાની હેડ કોન્‍સ. ભરતસિંહ પરમાર તથા કોન્‍સ જયરાજસિંહ કોટીલાને બાતમી મળતા સ્‍ટાફ સાથે એંસી ફૂટ રોડ પરથી કિરણ કાળુભાઇ સોલંકી (ઉ.વ.રર) (રહે. હાલ નાબોદા સોસાયટી હુડકો ચોકડીની બાજુમાં ઓરડીમાં ભાડે મુળ જુનાગઢ) ને પકડી લઇ તેની પુછપરછ કરતા તેણે બાપા સીતારામનગરમાં એક મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રૂા. ૧,૩૦,૦૦૦ ની રોકડ કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ એન. જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, એ.એસ.આઇ. રાજેશભાઇ મેર, હેડ કોન્‍સ. કિશોરભાઇ પરમાર, ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામા, કોન્‍સ. નિલેશભાઇ ચૌહાણ, જયરાજસિંહ કોટીલા દ્વારા કરવામાં આવી હતી.

(4:56 PM IST)