તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Monday, 2nd December 2024
દુષ્કર્મની ફરિયાદમાં સંડોવાયેલ વિવાદાસ્પદ ડોકટર શ્યામ રાજાણીની ‘‘ચાર્જશીટ'' બાદની જામીન અરજી રદ
આરોપી સામે અન્ય યુવતિએ પણ આવી ફરીયાદ કરી છેઃ ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહિઃ સરકારી વકીલ રક્ષિત કલોલાની રજુઆત કોર્ટે સ્વીકારી

રાજકોટઃ તા.ર રાજકોટના કુખ્યાત એવા ડો. શ્યામ રાજાણીએ યુવતિને પ્રેમજાળમાં ફસાવી દુષકર્મ કર્યાની ફરીયાદ આરોપીની ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી હતી.
સદર બનાવની હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં રહેતી યુવતિને થોડા સમય પહેલા આરોપી ડો. શ્યામ હેમંતભાઇ રાજાણી સાથે શાદી ડોટ મારફતે ઓળખાણ થયેલી અને બંનેના પરીવારજનો સંમત થતાં યુવતિ સાથે આ ડો. શ્યામ હેમંતભાઇ રાજાણીએ ગત તા. રર/૧ર/ર૦ર૩ ના રોજ લગ્ન કરેલા. આરોપીનો પ્રથમથી પોતાનો બદઇરાદો પાર પાડવા તથા ફરીયાદી યુવતિને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે આ યુવતિને પોતાની વાતોમાં ભોળવીને મિત્રતા કરી લીધી અને યુવતિની બંને દિકરીઓને અપનાવવવાની વાત જણાવીને આરોપી ડો. શ્યામ હેમંતભાઇ રાજાણીએ યુવતિ સાથે ગત તા. રર/૧ર/ર૦ર૩ ના રોજ લગ્ન કરેલા હતા.
ત્યારબાદ યુવતિને થોડા સમય સાથે રાખીને યુવતિને તથા બંને સગીર દિકરીઓ સાથે તેના માતાપિતાને ઘેર મોકલેલ અને કહેલ કે થોડો સમય તું રોકાઇ જા કર્મુતા પછી હું તને તેડી જઇશ ત્યારબાદ ડો. શ્યામ રાજાણીએ રાજકોટ ખાતે માધાપર ચોકડી ખાતે ફલેટ ભાડે રાખેલ અને આ યુવતિ તથા બંને સગીર દિકરીઓ સાથે રહેતો હતો અને ગત તા.૦પ/૦૧/ર૪ ના રોજ આરોપી બંને દિકરીઓને અલગ અલગ સુવડાવવાનું કહેતો અને બળજબરીથી યુવતિ સાથે શરીર સબંધ બાંધતો યુવતિના પાડતી તો તેની સાથે ઝઘડો કરી મારકુટ કરતો અને કહેતો કે તારી બંને દિકરીઓને તારા માવતરે મુકી આવ તો જ હું તને સ્વીકારીશ.
ત્યારબાદ થોડો સમય વિત્યા બાદ ગત તા. ૦પ/૦૩/ર૦ર૪ ના રોજ પોલીસ સ્ટેશનની પોલીસ આવેલ અને આરોપી શ્યામ રાજાણીને લઇ ગયેલ ત્યારે યુવતિને જાᅠણવા મળેલ કે આરોપી શ્યામ રાજાણી વિરૂધ્ધ તેની બીજી પત્નીએ ફરીયાદ કરેલ હતી અને આ આરોપીએ આ યુવતિ સાથે અગાઉ તા. ર૦/૦૧/ર૦ર૦ના રોજ મેરેજ કરેલ હતા અને તેની સાથે છુટાછેડા પણ થયેલ નથી બાદ પોલીસે તેણીની ફરીયાદના આધારે આરોપી શ્યામ રાજાણીની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ.
આમ યુવતિને જાણ થયેલી કે આરોપી ડો. શ્યામ હેમંતભાઇ રાજાણી પહેલેથી જ પરીણીત છે અને તેના પરીવારજનો પણ આ કાવતરામાં તેની સાથે સામેલ હોય યુવતિએ પોતાની સાથે થયેલ છેતરપીંડી તથા દુષ્કર્મની ફરીયાદ તા.૧૯/૦૪/ર૦ર૪ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા઼ આપેલી અને જે ફરીયાદના આધારે આરોપી ડો. શ્યામલ રાજાણી તથા તેના પિતા હેમંતભાઇ દામોદરભાઇ રાજાણી તથા તેની માતા ભારતીબેન હેમંતભાઇ રાજાણી તથા તેની બહેન પારૂલબેન હેમંતભાઇ રાજાણીના ની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.
આરોપી ડો. શ્યામ રાજાણી રાજકોટની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છુટવા અરજી કરેલ જે અરજી અન્વયે સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા દ્વારા દલીલ એવી હતી કે ‘‘આ કામના આરોપી પોતાની હવશ સંતોષવા માટે ઘણી બધી યુવતિઓ સાથે શારીરીક સબંધો બાંધીને યુવતિઓની જીંદગી બગાડેલ હોય સદરહુ આરોપીને જામીનમુકત કરવામાં આવે તો સમાજમાં આવા ઘૃણાસ્પદ કિસ્સાઓ ખુબ જ પ્રમાણમાં બનવા લાગશે. તેમજ આ આરોપી સામે ગુન્હાહીત ઇતિહાસ પણ મોટો હોય જેથી પણ આવા ગંભીર ગુન્હાના આરોપીને સમાજમાં મુકતપણે ફરવા દઇ શકાય નહી.'' આમ સરકારી વકીલશ્રી રક્ષિત કલોલાની દલીલ માન્ય રાખી સેશન્સ કોર્ટે ડો. શ્યામ રજાણીની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન ઉપર છુટવાની અરજી નામંજુર કરેલ હતી.
આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા રોકાયેલા હતા.
(2:56 PM IST)










