News of Monday, 2nd December 2024
શ્રીરામ ભક્ત પક્ષી : પૂ.મોરારીબાપુની શ્રી રામ કથાનું હોલાએ શ્રવણ કર્યુ...
દરેક શ્રીરામ કથામાં શ્રી હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે આવે છે તે માન્યતા સાચી પડી ?

રાજકોટ તા.૨: સદ્ભાવના વળદ્ધાશ્રમના લાભાર્થે તેમ જ ભારતભરમાં ૧૫૦ કરોડ વળક્ષો વાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને રાજકોટમાં માનસ સદભાવના શ્રી રામકથાનું આયોજન કરાયું હતું જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હતા ગઈકાલે શ્રી રામકથાનો વિરામનો દિવસ હતો.
ગઈકાલે શ્રી રામકથામાં એક આヘર્યજનક ઘટના જોવા મળી હતી. જેમાં પૂજ્ય મોરારીબાપુની વ્યાસપીઠની ડાબી બાજુ ડોમની નીચે લાઈટો ફીટ કરવામાં આવી હતી જેમાં એક લાઈટ ઉપર એક ૅહોલૉનામનું પક્ષી કથા શરૂ થઈ ત્યારથી આવીને બેસી ગયું હતું અને કથાએ વિરામ લીધો ત્યાં સુધી તે એક જ સ્થળ ઉપર ત્યાં જ બેસી રહયુ હતું. ઘણા શ્રોતાઓએ આ દ્રશ્યને મોબાઈલના કેમેરામાં કેદ પણ કર્યું હતું.
દરેક શ્રી રામકથામાં શ્રી હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે આવે છે તે માન્યતા સાચી પડી હોવાનું પણ ઘણા શ્રોતાઓ કહી રહ્યા હતા
(3:41 PM IST)










