<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજકોટના ૧૮માં એડીશ્‍નલ કલેકટર તરીકે ચાર્જ સંભાળતા આલોક ગોૈતમઃ ૨૦૧૧ની બેચના અધિકારી

પત્રકારોને કહયું કલેકટર જે કામગીરી સોંપશે તે કરાશેઃ આજે તમામ સ્‍ટાફ સાથે ઓળખાણ

રાજકોટ તા.૧૮: રાજકોટના એડિશનલ કલેક્‍ટર ચેતન ગાંધીની શનિવારના રોજ ગાંધીનગર ખાતે પુરવઠામાં બદલી થતાં નવા ૧૮ માં એડિશનલ કલેકટર તરીકે આલોક ગૌતમની નિમણૂક કરવામાં આવી છે. આજે તેઓએ વિધિવત રીતે ચાર્જ સાંભળ્‍યો હતો.આલોક ગૌતમ ૨૦૧૧ બેન્‍ચના અધિકારી છે. તેઓ અગાઉ ગાંધીનગર ખાતે ચૂંટણીપંચ કચેરીમાં ડેપ્‍યુટી કલેકટર, તેમજ દાહોદ અને લુણાવાડા પણ પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેમનું સૌરાષ્‍ટ્રમાં આ પ્રથમ પોસ્‍ટિંગ છે.એડિશનલ કલેક્‍ટર ચેતન ગાંધી આજે પોતાનો ચાર્જ છોડયો હતો, અને બપોર બાદ ગાંધીનગર જવા રવાના થશે આવતીકાલે સવારે ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગના જોઈન્‍ટ ડાયરેક્‍ટર તરીકે ચાર્જ સંભાળશે, દરમ્‍યાન નવા એડીશનલ કલેકટરશ્રી ગોૈતમે પત્રકારોને કહયું કે કલેકટર જે બ્રીફ કરશે તે તમામ કામગીરી કરાશે, આજે તેઓ તમામ સ્‍ટાફ સાથે ઓળખાણ કરી રહ્યા છે.

(4:32 PM IST)