તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 2nd December 2024
‘પગ ઉપર પગ ચડાવીને શું બેઠો છો? મારા રૂપિયા દે' કહી રોહિતને બેઠક પર છરીનો ઘા
યુવાને હમણા ઘરેથી લઇને આપુ...કહેતાં કાનાએ હુમલો કરી દીધો

રાજકોટ તા. ૨: શહેરના નવા થોરાળા સર્વોદય સોસાયટી-૨માં રહેતાં રોહિત કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામના યુવાન પર રાતે સાડા આઠેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે કાના રાઠોડે આવી ઝઘડો કરી બેઠક પર છરીનો ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ ગયો હતો.
દેકારો થતાં હુમલો કરનાર કાનો ભાગી ગયો હતો. રોહિતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એએસઆઇ રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. રોહિત એક બહેનથી નાનો અને કુંવારો છે. તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે-કે મેં થોડા દિવસ પહેલા કાના રાઠોડ પાસેથી રૂા. ૯૦૦ ઉછીના લીધા હતાં. રાતે હું ઘર નજીક પગને આંટી મારીને બેઠો હતો ત્યારે કાનાએ આવીને-આ રીતે શું પગ ઉપર પગ ચડાવીને બેઠો છો? મારા રૂપિયા આપી દે તેમ કહેતાં મેં તેને ખિસ્સામાં નથી, ઘરમાંથી લાવીને આપુ તેમ કહેતાં અને હું ચાલતો થતાં તેણે પાછળથી બેઠક પર છરી મારી દીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(4:37 PM IST)










