News of Monday, 2nd December 2024
લોકસાહિત્યના સંશોધક ડો. અંબાદાન રોહડિયાને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અર્પણ
ડો. અંબાદાનના લોકસાહિત્ય ચારણી સાહિત્ય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સંશોધન, સંપાદન, વિવેચન સંદર્ભે 55 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા

રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિર્સિટી સંલગ્ન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજિત એવોર્ડ અર્પણ સમારંભમાં ગુજરાતી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના સંશોધક સંપાદક પ્રકાશક અને સૌરાષ્ટ્ર યુનવર્સિટીનાગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પૂર્વ પ્રોફેસર ડો. અંબાદાન રોહડિયા ને લોકસાહિત્ય ચારણી સાહિત્ય ક્ષેત્રે કરેલ મૂલ્યવાન પ્રદાન માટે ઝવેરચંદ મેઘાણી ર્લોકસાહિત્ય એવોર્ડ 2024 જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુ , ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ડો. ભાગ્યેશ જહા અને સૌરાષ્ટ્ર યુનવર્સિટીના કુલપતિ ડો. કમલસિંહ ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો.
ડો. અંબાદાનના લોકસાહિત્ય ચારણી સાહિત્ય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સંશોધન, સંપાદન, વિવેચન સંદર્ભે 55 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. ઉપરાંત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાતી ભાષા સલાહકાર સમિતિ, ગુજરાતી લિટરરી એકેડેમી (નોર્થ અમેરિકા) વગેરે સંસ્થામાં વિવિધ હોદ્દાકિય સેવાપ્રદાન કરેલ છે. તેમની બહુવિધ સાહિત્યિક સેવા સંદર્ભે ચારણી સાહિત્ય સન્માન , કવિશ્રી દુલાકાગ લોકસાહિત્ય એવોર્ડ, રાજસ્થાની સંશોધક એવોર્ડ, ચારણ ગઢવી આંતરાષ્ટિય ફાઉન્ડેશન નો એક્ષેલેન્સ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુસ્તક પારિતોષિકો થી તેઓ સન્માનિત થયા છે.
આ સાહિત્યિક ઉપલબ્ધિ માટે સાહિત્ય જગત ડો. અંબાદાનને હાર્દિક અભિનંદન સહ શુભેરછાઓ પાઠવે છે.
(6:49 PM IST)










