News of Tuesday, 3rd December 2024
વેનીલા આઇસ્ક્રીમ-પીઝા ચીઝના નમુના નાપાસ
મનપાની ફુડ શાખા દ્વારા રૈયા રોડ વિસ્તારના ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ધોંસઃ ૧૦ને લાઇસન્સ અંગે નોટીસ : શહેરના લાખાજીરાજ રોડ સ્થિત શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેકટરી તથા હસનવાડીના ગોવાલીયા ફુડ પ્રોડકટસમાંથી લેવાયેલ સેમ્પલ સબ સ્ટાર્ન્ડડ જાહેર

રાજકોટ તા. ૩ :.. શહેરીજનોના સ્વાસ્થને ટનાટન રાખવા મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો - વિક્રેતાઓને ત્યાં સતત ચેકીંગ તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લાખાજીરાજ રોડ સ્થિત શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેકટરીમાંથી લેવાયેલ વેનીલા આઇસ્ક્રીમ તથા હસનવાડી સ્થિતિ ગોવાલીયા ફુડ પ્રોડકટસના નમુના સબ સ્ટાર્ન્ડડ જાહેર થયા છે. સાથે રૈયા રોડ વિસ્તારના પ૮ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ૧૦ ને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદોી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી, સરલાખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ), નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.જયારે ફૂડ વિભાગ દ્વારા ગોવાલિયા ફૂડ પ્રોડક્ટસ, હસનવાડી શેરી નં. ૨, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “CREAMYLITE PIZZA CHEESE (FROM 1 KG. PKD)” નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ )ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૫૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૫૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં ગંગોત્રી ડેરી ફાર્મ રવિ પાર્સલ પોઈન્ટ, -શ્રીનાથજી દાલબાટી, રોયલ ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫)શ્રીજી ફૂડ ઝોન, સુપર ચાઇનીઝ પંજાબી, બિપિન પાન,ગજાનન સિઝન સ્ટોર, હરભોલે ટ્રેડિંગ રોશની કોલ્ડ્રિંક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(2:59 PM IST)










