News of Tuesday, 3rd December 2024
રાજકોટ જિલ્લાની પ૯૬ ગ્રામ પંચાયતોની કેટલી બેઠકો ખાલી : કલેકટરે વિગતો મંગાવી : ડીસેમ્બર સુધીનો સમય
રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાનું તા. ૯-૧૦ ડીસેમ્બર આસપાસ જાહેરનામું : તૈયારીઓનો ધમધમાટ...

રાજકોટ, તા. ૩ : રાજયભરમાં નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. રાજકોટ જિલ્લાની જસદણ, ધોરાજી-ઉપલેટા- જેતપુર તથા ભાયાવદર આ પાંચ પાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે, જે અંગે તા. ૯ અને ૧૦ ડીસેમ્બર આસપાસ ગમે ત્યારે જાહેરનામું બહાર પડવાની શકયતા છે, બીજી બાજૂ રાજકોટ તાલુકા અને અન્ય તાલુકાની થઇને કુલ ૬ બેઠકો ખાલી છે, જે માટે અધિકારીઓની નિમણુંક થઇ ગઇ છે.
દરમિયાન રાજય ચૂંટણી પંચની સૂચના બાદ રાજકોટ જીલ્લા કલેકટરે દરેક તાલુકાના પંચાયત તથા મામલતદારોને આદેશ કરી જીલ્લાની કુલ પ૯૬ ગ્રામ પંચાયતોમાંથી કેટલી બેઠકો ખાલી છે, તેની સંપૂર્ણ વિગતો મંગાવી છે, આ માટે ડીસેમ્બર સુધીનો આખરી સમય આપી દેવાયો છે, કલેકટરની ચૂંટણી શાખાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.
(4:27 PM IST)










