News of Wednesday, 4th December 2024
વાવડી ગામ રામેશ્વર ચોકમાંથી રૂા.૩૨ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે રવી પકડાયો
ક્રાઈમબ્રાંચના એ.એસ.આઈ. રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. સંજયભાઈ દાફડા, કોન્સ. રમેશભાઈ માલકીયા અને પ્રવિણભાઈ જતાપરાની બાતમીઃ દારૂ, મોબાઈલ અને કાર મળી રૂા.૩.૩૭ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.૪: વાવડીગામ પાસે રામેશ્વર ચોકમાંથી ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૩૨ હજારના વિદેશીદારૂ ભરેલી કારમાંથી જૂનાગઢનાં શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ વાવડીગામ પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની ક્રાઈમબ્રાંચના એ.એસ. આઈ. રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. સંજયભાઈ દાફડા, કોન્સ. રમેશભાઈ માલકીયા અને પ્રવિણભાઈ જતાપરાને બાતમી મળતા સ્ટાફ સાથે વાવડીગામ પાસે દરોડો પાડી રામેશ્વર ચોકમાંથી સ્વીફટ કારમાંથી રૂા.૩૨,૨૮૦ની કિંમતની વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે રવી અમુભાઈ ધુધલ (ઉ.વ.ર૬) (રહે. જૂનાગઢ બીલખા રોડ, આંબેડકરનગર)ને પકડી લઈ વિદેશી દારૂ, મોબાઈલ અને સ્વીફટ કાર મળી રૂા.૩,૩૭,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પી.આઈ. એમ.આર. ગોંડલીયા તથા એમ.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.કે.મોવલીયા, એ.એસ.આઈ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ. સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, સેુભાષભાઈ ધોધારી, કોન્સ. રમેશભાઈ માલકીયા, તુલસીભાઈ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયા, પ્રવીણભાઈ જતાપરા, કૌશીકભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.(
(3:13 PM IST)










