News of Wednesday, 4th December 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં કાલે રાજકોટમાં મૌન રેલી
કાલે સાંજે ૪ વાગે બહુમાળી ભવન ખાતેથી મૌન રેલીનો પ્રારંભ થઇ કલેકટર કચેરી સુધી પહોંચશેઃ આવેદન અપાશે : હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ દ્વારા સૌને જોડાવા આહવાન

રાજકોટઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં તથા હિન્દુઓના રક્ષણની માંગ સાથે રાજકોટ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આવતીકાલે તા.પ ને ગુરૂવારે બપોરે ૪ વાગે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઇઓ બહેનો કાલે સાંજે ૪ વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ખાતે એકઠા થશે. ત્યાંથી મૌન રેલી સ્વરૂપે કલેકટર કચેરી સુધી જશે. જયાં કલેકટરશ્રીને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમા઼ હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામા઼ આવશે. આ રેલીમા઼ સમગ્ર હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના શાંતુભાઇ રૂપારેલીયા, મંગેશભાઇ દેસાઇ, ડેનિસભાઇ આડેસરા, જીમીભાઇ દક્ષિણી, જીવણભાઇ પટેલ, રમેશભાઇ શિંગાળા, તેજાભાઇ હાથી, પ્રકાશભાઇ બુચ, રાજુભાઇ સોઢાએ રાજકોટની જનતાને મોટી સંખ્યામા઼ આ મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર
જાગો હિન્દુઓ જાગો .... વિના સહકાર નહીં ઉધ્ધાર : મૌન રેલીમાં સહકાર ભારતીની ટીમ જોડાશે
રાજકોટ : હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ૫-૧૨-૨૦૨૪ ગુરુવારે સાંજે ૪ વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકત્રીત થઇ ત્યાંથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે. આ મૌન રેલીમાં સહકાર ભારતી રાજકોટ મહાનગરના જુદા જુદા પ્રકોષ્ઠ , જુદી જુદી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી, અર્બન કોઓપરેટીવ બેંક,હાઉસિંગ સોસાયટીઓ, કર્મચારી મંડળીઓના સહકારી આગેવાનો જોડાશે. રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો.એન. ડી.શીલુ(માધવ શરાફી મંડળી). ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા( લક્ષ્મી શરાફી મંડળી) મહામંત્રી જયેશભાઈ સંઘાણી (રાજકોટ નાગરિક સહકારી બેંક કાલાવડ રોડ બ્રાન્ચ સહ કન્વીનર) ખજાનચી અનિરુદ્ધભાઈ નથવાણી (સદગુરૂ ક્રેડિટ કો-ઓપરેટીવ) મહિલા સંયોજક નિશાબેન પીલોજપરા અર્બન કોપરેટીવ બેંક પ્રકોષ્ઠના સંયોજક દિપકભાઈ પટેલ (ડિરેક્ટર વિજય કોમર્શિયલ બેંક,) સહસંયોજક દિપકભાઈ મકવાણા (પૂર્વ ડિરેક્ટર રાજકોટ નાગરિક સહકારી બેંક.) ક્રેડિટ સોસાયટી સંયોજક પ્રવીણભાઈ નિમાવત (અવધૂત ક્રેડિટ કોપરેટીવ સોસાયટી) સહ સંયોજક હરગોપાલસિંહ જાડેજા (શિવ શક્તિ શરાફી મંડળી,) કર્મચારી સોસાયટી સંયોજક રાજુભાઈ ત્રિવેદી મેડિકલ કોલેજ કર્મચારી સોસાયટી સહસંયોજક વિનોદભાઈ કનેરિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટી હાઉસિંગ સોસાયટીસંયોજક યુવરાજસિંહ ગોહિલ પ્રમુખ શિવધામ સોસાયટી સહસંયોજક નારણભાઈ ફુલતરીયા, ઝોન-૪ પૂર્વ ઝોનધારાસભા-૬૮ વિસ્તારમાં પ્રમુખ વિભાભાઈ મિયાત્રા પુરુષાર્થ ક્રેડિટ કો-ઓ. સોસાયટી ઉપપ્રમુખ રમેશભાઈ ગોહેલ ખોડીયાર ક્રેડિટ સોસાયટી,મંત્રી એડવોકેટ હર્ષિલભાઈ પિયુષભાઈ શાહ અરિહંત શરાફી સહકારી મંડળી દક્ષિણ ઝોન ધારાસભ્ય ૭૦ વિસ્તાર, પ્રમુખ યશભાઈ સોજીત્રા શિવજ્યોત ક્રેડિટ કો્ સોસાયટી, ઉપપ્રમુખ ધમભાઈ જાડેજા, કળષ્ણમન ક્રેડિટ કો-ઓ્ સોસાયટી, મંત્રી અર્જુનભાઈ ડાંગર બાલાજી ક્રે,સોસાયટી ખજાનચી રમેશભાઈ ચાવડા ઘનશ્યામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મહિલા સંયોજક મતી કુંદનબેન અનિલભાઈ ભટ્ટ ડિરેક્ટર વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક ઝોન પヘમિ ધારાસભ્ય ૬૯ વિસ્તાર પ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ઉપપ્રમુખ હરેશભાઈ ભટ્ટ રુદ્રા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, મંત્રી હિંદુ ભાઈ વાઘેલા લક્ષ્મી ધારા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ખજાનચી એડવોકેટ અનિરુદ્ધભાઈ મીયાત્રા રાજ ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી કારોબારી સભ્યો જતીનભાઈ સુધીરભાઈ જોશી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી, નીતિનભાઈ મહેતા, જોરુભા ખાચર સૂર્ય શક્તિ શરાફી સહકારી મંડળી, વિજયભાઈ કોઠારી, ઉત્તર ઝોન ધારાસભ્યો ૭૧ગ્રામ્ય વિસ્તાર પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા મવડી જૂથ સેવા સહકારી મંડળી લિ્, ઉપપ્રમુખ જગદીશભાઈભંડેરી એચ .બી .એસ. ક્રેડિટ કોપરેટીવ સોસાયટી મંત્રી જેનિશભાઈ શિનોજિયા આન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, ખજાનચી આશિષભાઈ પોપટાણી મોર લાઇફ ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી કારોબારી સભ્ય અરૂણભાઇ નિર્મળ. માર્ગદર્શક રાજદીપસિંહ જાડેજા મવડી જૂથ સેવાસહકારી મંડળીલી., સહકારી આગેવાનો જોડાવા આહવાન કરવામાં આવેલ છે.
બાંગ્લાદેશમાં હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ : હાઇકોર્ટમાં અરજી
ઢાકા, તા.૪: બાંગ્લાદેશમાંહિંદુ પર થઇ રહેલા સતત હુમલાઓ વચ્ચે હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મુકવાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ભડકાઉ સમાચારોના પ્રસારણને ટાંકીને દેશમાં તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જેમાં મીડિયા રિપોર્ટ મુજબ, વકીલ ઇખલાસ ઉદ્દીન ભુઈયાએ આ અંગે અરજી દાખલ કરી છે. ઇખલાસ ઉદ્દીન ભુઈયાએ કહ્યું કે જસ્ટિસ ફાતિમા નજીબ અને જસ્ટિસ સિકદર મહમુદુર રાઝીની બેંચ આ કેસની સુનાવણી કરી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેબલ ટેલિવિઝન નેટવર્ક ઓપરેશન એક્ટ ૨૦૦૬'ની કલમ ૨૯ હેઠળ હાઈકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશમાં તમામ ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે. જેમાં ‘સ્ટાર જલસા', ‘સ્ટાર પ્લસ', ‘ઝી બાંગ્લા', ‘રિપબ્લિક બાંગ્લા' અને અન્ય તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
મૌન રેલીમાં અધિવકતા પરિષદના તમામ વડીલો જોડાશે
રાજકોટ : હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોની મૌન રેલીમાં અધિવકતા પરિષદ રાજકોટ મહા નગરના તમામ એડવોકેટોજોડાશે, એડવોકેટ પ્રશાંત જોશી પ્રમુખ ,હસમુખ ગોહેલ મંત્રી, સુરેશભાઈ સાવલીયા, રાજકોટ વિભાગ કન્વીનર તથા જે.આર.ફુલારા, જાગળતિબેન દવે,પ્રદેશ કારોબારી સભ્ય, સરોજબેન રૂપાપરા ઉપપ્રમુખ, રશ્મિબેન પટેલ,સરજુદાસ દુધરેજીયા,ગિરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુકલ, ટી.બી.ગોંડલીયા,જયેશભાઈ જાની,કપિલ શુક્લ, રવિ ટાંક,જે.પી.મારૂ, વિશાલ ગોસાઈ, સંદીપ વેકરીયા, જયેન્દ્ર ગોંડલિયા,ચેતન વિઠલપરા , પી.સી.વ્યાસ, તરુણ માથુર, કિરીટભાઇ પાઠક વિગેરે પરિષદના સભ્યો હાજર રહેશે.
(3:39 PM IST)










