<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી. પી.દેસાઈ સહિત ૪ આઇએએસ અચાનક બદલાયા

રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ભરૂચ કલેકટર તુષાર સુમરા:.નવા મ્યુનિસિપલ કમિશનરે રાજકોટમાં શાળા જીવનમાં અભ્યાસ કર્યો છે, કાર્યદક્ષ અધિકારીની છાપ:ડી.પી. દેસાઈ ઓડા (અમદાવાદ)માં મુકાયા, ગૌરાંગ મકવાણા નવા ભરૂચ કલેક્ટર

રાજકોટ.  રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઇની અચાનક બદલી કરી તેમને અમદાવાદ અર્બન ડવલપમેન્ટ ઓથોરિટી ( ઓડા)માં નિમણૂક આપવામાં આવી છે, રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમરાની નિમણુક કરવામાં આવેલ છે.ખૂબ તેજસ્વી કારકિર્દી ધરાવતા નવા મ્યુનિસિપલ કમિશનરે રાજકોટમાં શાળા અભ્યાસ દરમિયાન ચોધરી હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

Index B ના ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમાયા છે.   

 .પુરવઠા વિભાગના ડાયરેક્ટર ઓફ સિવિલ સપ્લાય તુષાર ધોળકિયાને‌ ગુજરાત  સબોર્ડીનેટ સર્વિસ સિલેકસન બોર્ડના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી છે

(7:44 PM IST)