<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મિકસ દુધ-ઘી-માવા સહિત ૪ નમુના નાપાસ

મનપાની ફુડ શાખા દ્વારા અલંગ હાઉસથી સોરઠીયાવાડી સર્કલ, પટેલ વાડીથી બાલક હનુમાન રોડ તથા સોરઠીયાવાડી સર્કલથી આંબેડકર ગેઇટ વિસ્‍તારમાં એક ડઝન ખાણી પાણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે નોટીસ : જામનગર રોડની જય ખોડીયાર ડેરી ફાર્મ, રૈયા ધારના સનસીટી હેવન, મહાદેવ વાડીના શ્રધ્‍ધા ગુલાબ જાંબુ તથા મવડી પ્‍લોટના શ્રી પટેલ સ્‍વીટસના સેમ્‍પલ સબસ્‍ટાન્‍ડર્ડ

રાજકોટ, તા., ૬: મનપા દ્વારા લોકોનું સ્‍વાસ્‍થ્‍ય ટનાટન રાખવા માટે વિવિધ વિસ્‍તારોમાં સર્વેલન્‍સ ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે. જે અન્‍વયે લેવામાં આવેલ મિકસ દુધ, ઘી, મોળો માવો તથા માવાના નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા એજયુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત અલંગ હાઉસથી સોરઠીયાવાડી સર્કલ, પટેલ વાડીથી બાલક હનુમાન રોડ તથા સોરઠીયાવાડી સર્કલથી આંબેડકર ગેઇટ સુધીમાં પ૮ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ કરી ૧૩ ને લાઇસન્‍સ અંગે સુચના આપવામાં આવી હતી.

મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય ખોડિયાર ડેરી ફાર્મ, જૈનમ એપાર્ટમેન્‍ટ શોપ નં.બી-૪, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅમિક્‍સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની ભેળસેળ મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

 ફૂડ વિભાગ દ્વારા સન સીટી હેવન, વિંગ સી-૧૦૧, રૈયાધાર, ઓમકારેશ્વર મંદિર પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  શુધ્‍ધ ઘી (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં આયોડિન વેલ્‍યૂ, સેપોનીફિકેશન વેલ્‍યૂ, BR રીડિંગ, રિચડ વેલ્‍યૂ નિયત માત્ર થી અલગ હોવાથી તથા વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવતા નમૂના સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા શ્રધ્‍ધા ગુલાબ જાંબુ, સાઈ કળપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅમોળો માવો (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ RM વેલ્‍યૂ નિયત માત્રથી અલગ તથા ફોરેન ફેટની (વેજીટેબલ ફેટ) ભેળસેળ મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ૅશ્રી પટેલ સ્‍વીટ્‍સૅ, દર્શન, મવડી પ્‍લોટ-૪,  ગુજરાત વાયર પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ માવો (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં RM વેલ્‍યૂ નિયત માત્રથી અલગ તથા ફોરેન ફેટની (વેજીટેબલ ફેટ) ભેળસેળ મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.મનપાના  ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન અલંગ હાઉસ થી સોરઠિયાવાડી સર્કલ, પટેલ વાડીથી બાલક હનુમાન સુધી પેડક રોડ તથા સોરઠિયાવાડી સર્કલ થી આંબેડકર ગેટ તરફના વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૫૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ ૫૨ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં  શક્‍તિ ટી સ્‍ટોલ, ડિલક્‍સ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ, શક્‍તિ પાન, જય ઠક્કર પાન, સાંઇ ગોપાલ સોડા શોપ, ગોપાલ પાન , ભરત પાન, શ્રીરામ ટેડ્રસ, દિનેશ પાન, ક્રિષ્‍ના ડિલક્‍સ પાન,  સંજય પાન,  સદગુરુ કોલ્‍ડ્રિંક્‍સ તથા  પટેલ કેમિસ્‍ટ લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના  આપવામાં આવેલ.

(3:00 PM IST)