<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

નિરાધાર વૃધ્‍ધોનો આધાર બનતા વિજયભાઇ ડોબરીયાનો આશરાધર્મ વંદનીય : રાજૂભાઇ ધ્રુવ

 

રાજકોટઃ તા. ૬ રાજકોટમાં આકાર લઇ રહેલા સદભાવના વૃધ્‍ધાશ્રમના લાભાર્થે  પ્રખ્‍યાત રામાયણી સંત શ્રી પૂ.મોરારીબાપુની રામકથા યોજીને સદભાવના ટ્રસ્‍ટનાં ચેરમેન વિજયભાઈ ડોબરિયાએ સમાજને એક નવો રાહ ચીંધ્‍યો છે તેમ જણાવી ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે કહ્યુ છે કે, આ વૃધ્‍ધાશ્રમના માધ્‍યમથી સદભાવના ટ્રસ્‍ટે વડીલો, વૃધ્‍ધ અને નિરાધાર લોકોને બીજુ ઘર આપવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.

પર્યાવરણ બચાવ અને વડીલોની સેવા સુશ્રુષા અર્થે સેવારત સદ્દભાવના વૃદ્ધાશ્રમના પ્રણેતા વિજયભાઈ ડોબરિયાની કામગીરીની સરાહનીય છે.ᅠ

સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્‍થિતિથી ચિંતિત છે ત્‍યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા લાખો વૃક્ષોનું વાવેતર અને જતન થઈ રહ્યું છે. આજે પર્યાવરણનું સ્‍વાસ્‍થ્‍ય બગડ્‍યું છે ત્‍યારે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી બન્‍યું છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આગામી સમયમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના તથા તેનું જતન કરવાના સંકલ્‍પ છે.વિજયભાઈડોબરિયાનાં સત્‍કાર્યોમાંથી લોકો પ્રેરણા લ્‍યે અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે તો આજે પર્યાવરણ સામે જે પડકારો આવ્‍યા છે તેનો સામનો કરી શકાશે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી કાર્બન ઉત્‍સર્જન દ્યટાડવા માટે વૈશ્વિક સ્‍તરે પ્રયત્‍નશીલ છે અને રાજય ના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ રાજય માં વૃક્ષારોપણ ની ઝુંબેશ ને લોકંદોલન બનાવીરહ્યા છે  ત્‍યારે વધુને વધુ વૃક્ષો વાવીને આ પ્રયાસોમાં સદભાવના ટ્રસ્‍ટ સહયોગ આપી રહ્યુ છે તે બદલ વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમ અભિનંદનની અધિકારી છે.તેમની ટિમ ના તમામ હરોળ કે શ્રેણી ના કાર્યકર્તાઓ ને હું ધન્‍યવાદ આપું છું અને આભાર માનું છું.તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યું છે

(4:04 PM IST)