તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 6th December 2024
૨૮ વર્ષના યુવાન સહિત ત્રણના હૃદય ધબકારા ચુકી ગયા
વાવડીના ૨૮ વર્ષના હરિકાંત વર્મા, ગાંધીગ્રામના ૫૧ વર્ષના પરેશભાઇ પંડયા અને કોટડા પીપલાણાના ૪૭ વર્ષના હરિકાંતે સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૬: હૃદયરોગના હુમલાથી મૃત્યુની યથાવત રહી છે. વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ થયા છે. જેમાં વાવડીમાં રહેતાં ૨૮ વર્ષના યુવાન, ગાંધીગ્રામ રાજલક્ષ્મી સોસાયટીના ૫૧ વર્ષના કર્મકાંડી પ્રોૈઢ, કોટડા સાંગાણીના પીપલાણાના ૪૭ વર્ષિય આધેડનો સમાવેશ થાય છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર વાવડી કરણ પાર્ક-૧માં રહેતો હરિકાંત રામચરણ વર્મા (ઉ.વ.૨૮) સવારે સાડા દસેક વાગ્યે મેટોડા ભુમિ એગ્રોમાં કામ કરતો હતો ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તે ત્રણ ભાઇમાં વચેટ હતો અને છુટક મજૂરી કરતો હતો. મુળ યુપીના આ યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં.
બીજા બનાવમાં ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાજલક્ષ્મી ડુપલેક્ષમાં રહેતાં પરેશભાઇ જસવંતરાય પંડયા (ઉ.વ.૫૧) સવારે ઘરે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કર્મકાંડ કરી તેમજ અન્ય વેપારી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી છે.
ત્રીજા બનાવમાં કોટડા સાંગાણી તાબેના પીપલાણા ગામે વિનાયક મેન્યુફ્રેકચર કંપની સરસ્વતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામં રહેતા મુળ યુપીના જગન્નાથ બુધઇ (ઉ.વ.૪૭) સવારે ઘરે ઢળી પડતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ત્રણેયના મૃત્યુ હાર્ટએટેકથી થયાનું જાહેર થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
(3:35 PM IST)










