તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Friday, 6th December 2024
સીટી બસના ૨૫૦ ડ્રાઇવરોનું નિયમિત હેલ્થ ચેકઅપ થશે
ગઇકાલે સીટીબસના ડ્રાઇવરનું ચાલુ બસે હાર્ટએટેકથી મૃત્યુ થયા બાદ મ્યુ. કોર્પોરેશને નિર્ણય લીધો

રાજકોટઃ ગઈકાલે સિટી બસ ડ્રાઈવરને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ડ્રાઇવર અને એક મહિલા રાહદારીનું મળત્યુ થયું હતું. આ અંગે મનપા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના આસી.મેનેજર મનીષ વોરાએ જણાવ્યુ હતુ કે, ટેન્ડરની જોગવાઈ અનુસાર કોઈ વય મર્યાદાને લઈ નિયમ નથી. ડ્રાઇવર પાસે હેવિ લાઇસન્સ હોવું જરૂરી હતું જે તેમની પાસે હતું,આગામી સમયમાં જે પણ ટેન્ડર કરશું તેમાં વય મર્યાદાને લઈને ચોક્કસ નિયમ બનાવીશું.
તેમજ વધુમાં શ્રી વોરાએ જણાવેલ કે, આગામી સમયમાં તમામ સીટી બસ અને બીઆરટીએસ બસના ૨૫૦ જેટલા ડ્રાઈવરોનું સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. આ માટે એજન્સી અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પત્ર લખીને પણ જાણ કરવામાં આવશે. આ હેલ્થ ચેક અપમાં આંખ સહિતના તમામ નિદાન કરાશે
(3:40 PM IST)










