તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 10th December 2024
બાળમુમુક્ષુ તીર્થકુમારના વર્ષીદાનના વરઘોડામાં શ્રાવકો ઉમટ્યા : કાલે પ્રવજ્યા મહોત્સવ
ગાંધીગ્રામ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રથમ દિક્ષા પૂ. હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. આદી શ્રમણ-શ્રમણી ગુરૂભગવંતોની પાવન નિશ્રા : કાલે સવારે ૪:૩પ કલાકથી દિક્ષા વિધી પ્રારંભ થશે

રાજકોટ : ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ ખાતે છેલ્લા ૨૫ થી વધુ વર્ષોથી ધાર્મિક આરાધનાઓ ખુબ જ ભકિત ભાવથી થઇ રહી છે ત્યારે છેલ્લા ૮ વર્ષ પહેલા સંઘના ઉપકારી પરમ પૂજ્ય ગુરુદેવ પન્યાસ પ્રવર વજ્રસેનવિજયજી ગણીવર્યની કૃપા તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મનમોહન સુરીશ્વરજી મહારાજાના, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા આદી શ્રમણ શ્રમણી ગુરુ ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સત્યપુન પરિવાર (શ્રીમતિ પુનમબેન સતીષકુમાર માલદે) ના ઉત્કૃષ્ટ ભાવો અને દ્રવ્યો થી સંઘમાં શિખરબંધ જીનાલયનું નિર્માણ થયું તેમજ 'સત્યપુન ધામ' ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થયેલ. આ જીનાલય અને ઉપાશ્રયના નિર્માણ થી સંઘમાં ધાર્મિક અનુષ્ઠાનો, તપસ્યા, અભિષેક, પૂજન, સંઘમાં સાધર્મિક ભકિત, વર્ષગાઠ ઉજવણી, દર વર્ષે ચોમાસા દરમિયાન સાધ્વીજી ભગવતોની નીશ્રામાં ભવ્ય ચોમાસિક આરાધના ખુબજ બહોળા પ્રમાણ માં ઉત્કૃષ્ટ ભાવોથી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ અને બાળકો આરાધના કરી રહ્યા છે તેમજ છેલ્લા આઠ વર્ષ થી બાળકો માટે ગુરુદેવોના આશીર્વાદ અને માર્ગદર્શન થી વજ્રહેમ પાઠશાળા સુંદર રીતે ચાલી રહી છે તેમાં દિવ્યાબેન ધંધુકિયા, મીનાબેન હળવદીયા અને વર્ષાબેન દોશી નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. સંઘમાંથી આરાધના- અનુષ્ઠાનોના ફળ સ્વરૂપે ગાંધીગ્રામમાથી મૃદુલાબેન નરેન્દ્રભાઈ શેઠ પરિવારના સુ-શ્રાવિકા સોનલબેન અને સુ-શ્રાવક કમલેશભાઈ ના પુત્ર અને ચી. દર્શનનો નાનો ભાઈ તથા શેઠ પરિવારનો લાડલો બાળ મુમુક્ષુ તીર્થ કુમાર ને સંયમ સ્વીકારના ભાવ થતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય થવા માટે દીક્ષા મૂહૂર્ત પ્રદાન શંખેશ્વર તીર્થમાં કરવામાં આવેલ હતું. સત્યપુનધામ ગાંધીગ્રામ જૈન સંઘ ખાતે ે આ ૅસંયમ સ્વીકારની સાધના ઉત્સવૅ માં ભકિતના રંગે રંગાવા માટે રાજકોટ ખાતે તા. ૮ થી ૧૧ ડીસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમોની વણજાર ચાલી રહી છે. જેમાં તા. ૮ ને રવિવારના રોજ મુમુક્ષુના સંયમવેશને કેસરના છાટણા પૂજ્ય ગુરુભગવંતોનો ગાંધીગ્રામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં દીક્ષા પ્રશંગ નિમિતે શુભ આગમન થયેલ. તા. ૯ ને સોમવારના રોજ સવારે સંયમ ના ભાવ જાગે તેવી સુરાવલી સાથે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, બપોરે પૂજ્યઓનું પ્રવચન તેમજ છાબ ભરવાની વિધિ અને રાત્રીના ૮ કલાકે મુમુક્ષુ તીર્થ ભાઈ ના સંયમ રંગરાસનું આયોજન સંપન્ન થયેલ. આજે તા. ૧૦ને મંગળવારના રોજ સવારે ૯ કલાક થી મુમુક્ષુ તીર્થ કુમારનો રાજકોટના રાજમાર્ગ પર શાશન પ્રભાવના વધારતો વર્ષીદાનનો વરઘોડો જેમાં ધર્મ ધ્વજ, અલગ અલગ રાસ મંડળી, ભગવાન નો રથ, પૂજ્ય સાધુ ભગવતો, મુમુક્ષુ તીર્થ કુમાર અને પરિવાર ના શણગારેલા રથ, અનુકંપા રથ તેમજ બેઠું વર્ષીદાન રાખવામાં આવ્યું હતું, બપોરે ૨.૩૦ કલાકે શામળા પાર્શ્વનાથ ભગવાનને શક્રસ્તવ અભિષેક અનુષ્ઠાન ત્યાર બાદ સાંજે ૪ કલાકે મુમુક્ષુ તીર્થ કુમાર ને ઘર આંગણે અંતિમ વાયણું યોજાયું હતું. જયારે રાત્રે ૮ કલાકે સંસારના ત્યાગની અનુમોદના કરતો ભવ્ય વિદાય ઉત્સવ માં ભાવભીના બનાવવા મુંબઈ ના સંજયભાઈ ભાઉ અને પાટણવાળા અંકુરભાઇ શાહના સથવારે આત્મ સ્પર્શ નો હર્ષોત્સવ આયોજવામાં આવેલ છે. કાલે મહોત્સવના બહુમુલ્ય દિવસ મૌન અગિયારશ બુધવાર તા. ૧૧ના આત્મસ્પર્શ ના શ્રેષ્ઠ દિવસેે ભદ્રંકર ક્રિયા મંડપ માં રાજકોટ માં પધારેલ તમામ પૂજ્ય ગુરુ ભગવંતોની નીશ્રા તેમજ રાજકોટના તમામ સંઘ શ્રેષ્ઠીઓની હાજરીમાં બાળ મુમુક્ષુ તીર્થ કુમારનો વહેલી સવારે ૪ કલાકે પ્રવેશ થશે ત્યારબાદ ૪:૩૫ થી પ્રવજ્યા ક્રિયા નો પ્રારંભ થશે શુભ મુહતે રજોહરણ પ્રાપ્ત થશે, શુભ મુહતે કેશ લોચન પ્રક્રિયા કરવામાં આવશે ત્યારબાદ મુદુલાબેન નરેન્દ્રભાઈ શેઠ પરિવારનો પુત્ર રત્ન દાતા સુપુત્ર સુ-શ્રાવક કમલેશભાઈ અને રત્નકુક્ષી માતા સુ-શ્રાવિકા સોનલબેનનો પુત્ર અને મોટાભાઈ દર્શન નો ભાઈ બાળ મુમુક્ષુ તીર્થનું નવું નામ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવશે. આ દિક્ષા મહોત્સવ પૂર્ણ થયે નુતન દિક્ષિત પોતાની સંયમ યાત્રા અને પૂજ્ય ગુરુભગવંતો નો વિહાર સાંજે તે જ દિવસે ૪:૩૦ કલાકે શહેર માંથી શરુ થશે. આ પ્રસંગે રાજકોટ ના દરેક સંઘના શ્રાવક-શ્રાવિકાઓએ ખાસ બાળકોને પધારવા સંઘ ના ટ્રસ્ટીઓ તેમજ દિક્ષાર્થી પરિવાર તરફથી આમંત્રણ પાઠવાયુંં છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:35 PM IST)










