<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

મનપાની દબાણ શાખાનો સપાટો રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૧૯૩૬ બોર્ડ-બેનરો જપ્‍ત

છેલ્લા ૧પ દિ'માં વિવિધ વિસ્‍તારમાંથી રસ્‍તા પર નડતર રૂપ ૭૬ રેંકડી કેબીન, ૬ર૦ પરચુરણ સામાનના દબાણો હટાવ્‍યા : ર.૮૮ લાખનો દંડ

રાજકોટ, તા. ૧૦ : મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૨૭ નવેમ્‍બર થી ૦૯ ડિસેમ્‍બર દરમ્‍યાન  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૭૬  રેકડી-કેબીન, ૬ર૦ અન્‍ય ચીજવસ્‍તુઓ, ૪ર૩૧ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્‍યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્‍તા પર નડતર રૂપ  ૭૬  રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

રૈયાધાર, જ્‍યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્‍ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયત્રીનગર,હોસ્‍પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્‍ય ૬૨૦ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ,જ્‍યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્‍કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૪૨૩૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસે થી  રૂ.૫૮,૭૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨,૨૯,૨૩૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી મંજુરી વિનાના ૧૯૩૬  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:04 PM IST)