<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

પત્‍નિએ તૈયાર થવામાં વાર લગાડતાં ડખ્‍ખો થયોઃ જસદણના ગોખલાણામાં ધર્મેશે ઝેર પી જીવ દીધો

ચડભડ થતાં ઘરેથી ગુસ્‍સે થઇ નીકળી ગયો અને ગામના બસ સ્‍ટેશન પાસે પગલુ ભર્યુઃ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: જસદણના ગોખલાણા ગામે રહેતાં ધર્મેશ વિનુભાઇ પોયલા (ઉ.વ.૩૨) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે ગામના જુના બસ સ્‍ટેશન નજીક સરકારી શાળા પાસે ઝેરી દવા પી લેતાં આટકોટ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

ધર્મેશ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા હિરલબેન સાથે થયા હતાં. પોતે આઇશરનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેના ભાઇના કહેવા મુજબ ગત સાંજે બહારગામ જવાનું હોઇ ધર્મેશભાઇ તેના પત્‍નિને ફોન કરી તૈયાર થઇ જવાનું કહ્યું હતું. પરંતુ ધર્મેશભાઇ ઘરે આવ્‍યો ત્‍યારે પત્‍નિ તૈયાર થયા ન હોઇ બંને વચ્‍ચે બોલાચાલી થઇ હતી. આ કારણે ધર્મેશભાઇ ગુસ્‍સે થઇ ઘરેથી નીકળી ગયો હતો. હું પણ તેની પાછળ પાછળ તેને શોધવા નીકળ્‍યો હતો.

એ દરમિયાન તેણે ગામના જુના બસ સ્‍ટેશન પાસે ઝેર પી લીધું હોઇ તેને અમે તુરત આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. ત્‍યાંથી રાજકોટ લઇ આવ્‍યા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જસદણ પોલીસને જાણ કરી હતી

(3:46 PM IST)