<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

‘દો પલ રૂકા ખ્‍વાબો કા કારવા': શનિવારે લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્‍ય નાટીકા

 

રાજકોટ, તા. ૧૦: લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા આગામી તા. ૧૪ ના શનિવારે બપોરે ૩-૩૦ થી ૬-૩૦ નૃત્‍ય નાટીકાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના બહેનોએ જણાવ્‍યું હતુ કે છેલ્લા રપ વર્ષથી છેવાડાના વિસ્‍તારમાં બાળકો, યુવાનો, સીનીયર અને સુપર સીનીયર સીટીઝન બહેનો માટે કાર્યરત લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા આગામી શનિવાર તા. ૧૪ ના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ થી ૬-૩૦ દરમિયાન ‘દો પલ કા ખ્‍વાબો કા કારવા' શીર્ષકતળે આમંત્રિતો માટે આયોજીત આ નૃત્‍ય નાટીકા એક અલગ પ્રયોગ છે. જેમાં  સ્‍ટ્રેસ, હર્ષ, શોક અને ચડતી પડતી જેવી રોજબરોજની ઘટનાઓ મનોરંજનના માધ્‍યમથી પોઝીટીવ થીંકીંગ સાથે જીવન વિકાસના માર્ગે આગળ ધપવા દિશા સૂચન થાય છે.

કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને અતિથિ વિશેષ તરીકે રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદેદારો ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમનું દીપપ્રાગટય શ્રીમતી સ્‍નેહાબેન પોબારૂ અને શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીના હસ્‍તે કરાશે.

કલાકારોની કલાને બિરદાવવા સૌ કોઇએ ઉપસ્‍થિત રહેવા સંસ્‍થાના પ્રમુખ ઇન્‍દીરાબેન શીંગાળા અને મંત્રી અંજનાબેન હિન્‍ડોચા (મો. ૯૫૦૮૮ ૮૮૫૬૮) દ્વારા અનુરોધ કરાયો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાઇટર, ડાયરેકટર, પ્રોડયુસર અને સંકલનકાર ઇન્‍દીરાબેન શીંગાળાના નેતૃત્‍વમાં સમગ્ર લોહાણા મૈત્રી મહિલા મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(તસ્‍વીરમાં ‘અકિલા' ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ઇન્‍દીરાબેન અને અંજનાબેન એ. હિન્‍ડોચા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:40 PM IST)