News of Wednesday, 11th December 2024
નાગર યુવક મંડળ અને નરસિંહજી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘‘ બ્રીઝ ક્રાફટ'' ટ્રેડ ફેરનું આયોજન

રાજકોટઃ તા. 11 અવનવી પ્રોડકટ્સ નો પરિચય-વ્યાપાર વૃદ્ધિ અને વ્યવસાય વિકાસની અણમોલ તક ઉપલબ્ધ થાય તેવા હેતુથી નાગર યુવક મંડળ અને નરસિંહજી ફાઉન્ડેશન તરફથી બ્રીઝ ક્રાફટ ટ્રેડનું આયોજન કરાયું છે. આગામી તા. ર1 અને રરના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે ‘‘બિઝનેશ કમ ટ્રેડ ફેર''માં રાજકોટ શહેર અને આસપાસના વ્યપારીઓ- વ્યાવસાયિકો અને સર્વિસ સેકટર સાથે સંકળાયેલા ઉદ્યમીઓ પોતાની પ્રોડકટ્સ અને સેવાઓનનું મુલાકાતીઓ સમક્ષ નિદર્શન અને વેચાણ કરી શકશે. આ ટ્રેડ ફેરમાં કુલ 60 સ્ટોલ ઉભા કરવામાં આવનાર છે. જેમાં 10 સ્ટોલ ફૂડ કોર્ટ તરીકે અનામત રાખવામાં આવશે.
બે દિવસ ચાલનાર ‘‘ બ્રીઝ ક્રાફટ ર4'' ટ્રેડફેરમાં સ્ટોલ્સ ઉપરાંત મુલાકાતીઓના મનોરંજન માટે વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન થઇ રહ્યું છે.
આ ટ્રેડ ફેરમાં કોઇ પ્રકારના જ્ઞાતિબાધ વગર વ્યાપારીઓને વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ અત્યંત કિફાયતી દરે ઉપલબ્ધ કરવામાં આવશે. મુલાકાતીઓ માટે ટ્રેડ ફેરમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
સ્ટોલ બુકિંગ જાહેરાત તેમજ અન્ય માહિતી માટે ઓજસ માંકડ (98રપ19પ900), વિપુલ પોટા (98794174ર3), હિરેન આચાર્ય (98ર4804610), કેયુર (બોબી) મંકોડી (9879પ73934), અનિશ કચ્છી (9879481640), આશિત નાણાવટી (9909974પ7ર) પ્રશાંત માંકડ(98ર48004070) અથવા મિત મહેતા (990960909પ) નો સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઓજસ માંકડ અને હિરેન આચાર્ય નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:27 PM IST)










