<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પરમ સેવા સમિતિ દ્વારા જૈન દર્દીને મેડીકલ સહાય

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. પ્રેરિત પંચનાથ હોસ્‍પિટલના પ્રમુખ દેવાંગભાઇ માંકડ તથા સેક્રેટરી મયુરભાઇ શાહનો પણ સહયોગઃ ઉપેનભાઇ મોદી, કમલેશભાઇ શાહ, કેતનભાઇ શેઠ તથા મનોજભાઇ ડેલીવાળા નિમિત બન્‍યા

રાજકોટ તા. ૧૧ :.. રાષ્‍ટ્ર સંપ પૂ. ગુરૂદેવ શ્રી નમ્ર મુનિ મ.સા.ની કૃપા દ્રષ્‍ટિથી શહેરના એક જરૂરીયાતમંદ સાધર્મિક પરિવારને ખાનગી હોસ્‍પિટલમાં તુરત મેડીકલ સહાય કરી ‘આરૂગ બોહીલાભ' ના શુભ ભાવો સાથે શાતા આપવામાં સૌ નિમિત બન્‍યા હતાં.

તાજેતરમાં રાજકોટનાં જૈન સાધર્મિક પરિવારનાં એક બહેન અચાનક ઘરમાં પડી ગયાં, તુરત હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યાં, મેડિકલ સારવાર માટે રાજકોટની અનેક ખાનગી હોસ્‍પિટલનો સંપર્ક કરવામાં આવ્‍યો,આયુષ્‍યમાન કાર્ડ ઉપર સારવાર શકય નથી તેવા પ્રત્‍યુત્તર મમળતા સાધર્મિક પરિવાર મુશ્‍કેલીમાં અને ચિંતિત હતો.

આવા સમયે તેઓએ ગુરુભક્‍તનો સંપર્ક કર્યો અને તમામ હકીકત જણાવી. ગુરુભકતોને માહિતીની ખરાઈ કરી જેન્‍યુન મેટર, લાગતા તુરત રાષ્‍ટ્ર સંત ગુરુદેવ શ્રી નમ્ર મુની મ. સા.ને માહિતગાર કર્યા.

પૂ.ગુરુદેવે કહ્યું કે.. શાતા આપશો તો, શાતા મળશે.. ઉપેનભાઈ મોદીને તુરત સૂચના આપી કે સૌ ગુરુ ભકતો શાતા આપવામાં નિમિત્ત બનો, બીજી કોઈ ચિંતા કરશો નહિં. સદાય સેવા માટે તત્‍પર હોય છે તે પંચનાથ હોસ્‍પિટલના  સેવાભાવી પ્રમુખ દેવાંગભાઇ અને સેક્રેટરી મયુરભાઈ શાહે પણ પંચનાથ હોસ્‍પિટલમાં ખૂબ સહયોગ પ્રદાન કર્યો. યોગ્‍ય સમયે સુયોગ્‍ય સારવાર મળી ગઈ. ઓપરેશન સફળ થઇ ગયું.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.પ્રેરિત પરમ સેવા સમિતિના ઉપેનભાઈ મોદી,સેતુરભાઈ દેસાઈ, કેતનભાઈ શેઠ,એડવોકેટ કમલેશભાઈ શાહ,મનોજ ડેલીવાળાનો મેડિકલ તથા શિક્ષણ સહાય માટે રાજકોટના જરૂરિયાતમંદ જૈન સાધર્મિકોએ સંપર્ક કરવા ્ર અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(4:26 PM IST)