તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 11th December 2024
મેમણ સમાજના રાજકોટ યુથ વિંગ દ્વારા રેશનકાર્ડનાં યોજાયેલ બે કેમ્પને સફળતા મળતા રવિવારે ત્રીજો કેમ્પ

રાજકોટ, તા. ૧૧: ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રેસિડેન્ટ ઈકબાલ ભાઈ મેમણ ઓફિસર તથા સેક્રેટરી અઝીઝ ભાઈ મચ્છી વાલા યુથ વિંગ ચેરમેન ઇમરાન ભાઈ ફ્રુટવાલા, નેશનલ સેક્રેટરી યાસીન ભાઈ ડેડા થોડા સમય પહેલા રાજકોટ ની મુલાકાતે આવેલ ત્યારે રાજકોટ યુથ વિંગ દ્વારા કોઈ પ્રોગ્રામ બાબતે ચર્ચા થયેલ જે અંતર્ગત રાજકોટ ના અસ્લમ ભાઈ બાવાણી ઝોનલ સેક્રેટરી તથા સોહીલ ભાઈ ફુફાર યુથ વિંગ ઇન્ચાર્જની રાહબરી મા યુથ વિંગ ના સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ આદિલ દોલા, કન્વિનર અઝીમ ભાઈ લાખાણી, કોઓર્ડિનેટર એઝાઝ નવીવાલા સાથે ચર્ચા કરી ને રાજકોટ યુથ વિંગ દ્વારા કરીમ પુરા મેમણ જમાત ના સહયોગ થી રેશન કાર્ડ ચ્ ધ્ળ્ઘ્ નો કેમ્પ નું આયોજન કરીમ પુરા મદ્રેસા મા રાખવામાં આવેલ. રેશન કાર્ડ નું કેવાયસી યુથ વિંગના મેમ્બર મુનાફ ભાઈ મેમન રઝવી, હાજી રઇસ નુરી, ઇબ્રાહિમ કાદરીયા, અહેમદરઝા બાવાણી, સાનિયા સાજીદ વાયાનીએ કરેલ.આ સમયે કરીમ પુરા મેમન જમાત ના પ્રમુખ હાજી મોહસીન ભાઈ મોટલાણી, ઈર્શાદ ભાઈ મારફાણી,અસ્લમ ભાઈ મિલવાલા, ગામ મેમણ જમાત ના સેક્રેટરી અબુ ભાઈ મેમણ, ઈમ્તિયાઝ ઝરીવાલા, મેમણ સમાજ જમાત ના પ્રમુખ રફીક ભાઈ બકાલી, યુસુફ ભાઈ ચોક્સી, રાજકોટ નવી મેમણ જમાત ના સેક્રેટરી ઇલ્યાસ ભાઈ કાદરી, સદર મેમણ જમાત ના સાજીદ ભાઈ વાયાનીએ હાજરી આપી યુથ વિંગ નો ઉત્સાહ વધારેલ.
જયારે બીજો કેમ્પ ગામ મેમણ જમાત ના સહયોગ થી રાજકોટ ના અસ્લમ ભાઈ બાવાણી ઝોનલ સેક્રેટરી તથા સોહીલ ભાઈ ફુફાર યુથ વિંગ ઇન્ચાર્જની રાહબરી આયોજન કરવામાં આવેલ.
જેમાં ૧૦૧ સર્વે જ્ઞાતિ ના ફેમિલી નું રેશન કાર્ડ નું ઇ-કેવાયસી કરવામાં આવેલ આ કાર્ય માટે યુથ વિંગ ઇન્ચાર્જ સોહીલ ભાઈ ફુફાર મેમ્બર મુનાફ ભાઈ મેમન રઝવી, હાજી રઇસ ભાઈ નુરી, ઇબ્રાહિમ ભાઈ ઇલ્યાસ ભાઈ કાદરીયા, અહેમદરઝા બાવાણી, સાનિયા સાજીદ ભાઈ વાયાની, સમીમ બેન મેમણ, જિલ્લાની ભાઈ, ફરમાન ભાઈ આસિફ ભાઈ ફુફારે કામ કરેલ.
આ સમયે ગામ મેમણ જમાત ના ઙ્કમુખ ઈરફાન ભાઈ તબાણી,સેક્રેટરી અબુ ભાઈ મેમણ, ઈમ્તિયાઝ ભાઈ ઝરીવાલા,શાહિદ ભાઈ મેમણ, કરીમ પુરા મેમન જમાત ના પ્રમુખ હાજી મોહસીન ભાઈ મોટલાણી, સદર મેમણ જમાત ના સાજીદ ભાઈ વાયાની, હાજી અવેશ ભાઈ કામદાર, આમ મેમણ જમાત ના સેક્રેટરી યાસીન ભાઈ પાનવાલા, નહેરુનગર મેમણ જમાત ના ઝાહીદ ભાઈ લાખાણીએ હાજરી આપી આપેલ.
જોકે બહોળો પ્રતિસાદ મળેલ હોવાથી આવતા રવિવારે ફરીથી યુથ વિંગ સદર સુન્ની મેમણ જમાત ના સહયોગ થી સર્વ જ્ઞાતિ રેશન કાર્ડ નો કેવાયસીનો પ્રોગ્રામ હાજી રઇસ ભાઈ નુરી ના ઘરે બેલદાર શેરી, સંગમ ચીકી પાછળ, સદર બાઝાર ખાતે સવારે ૧૦ થી બપોરે ૨ સુધી રાખેલ છે
(3:46 PM IST)










