News of Wednesday, 11th December 2024
મનપા દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ
મેયર સહિતના પદાધિકારીઓ તથા મ્યુનિ. કમિશનરની સ્થળ મુલાકાત

રાજકોટ :. મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ તા.૧૧ ના રોજ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેનશ્રી નીતિનભાઈ રામાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરે, સી.કે. નંદાણી, સીટી એન્જી. અતુલ રાવલ, પરેશ અઢિયા, કુંતેશ મહેતા, મનોજ શ્રીવાસ્તવ, કે.પી. દેથરીયા, ભાવેશ જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, સહાયક કમિશનર ભરત કાથરોટીયા, દીપેન ડોડીયા, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડેપ્યુટી એન્જી. હેમેન્દ્ર કોટક, એમ.બી.ગાવિત, હરેશ સોંડાગર, પાર્થ પરમાર, વિરમ મુંધવા, રાજેશ બગથલિયા, ડી.યુ. તુવર, મેનેજર અને પી.એસ. ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, મનીષ વોરા, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતા અને એજન્સીના પ્રતિનિધિઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના લગત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, વી.વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, બેકડ્રોપ, પોડિયમ, સાઈનેજીસ, લાઈટ્સ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, પાકિર્ંગ વગેરે તમામ બાબતોની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ માહિતી મેળવી હતી અને અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરી સુચનાઓ આપવામાં આવી છે.
જાણીતા વકતાઓનાં આર્શિવચન
રાજકોટ, તા. ૧૧: સવાણી પરિવાર આયોજીત આ સમુહ લગ્નોત્સવમાં જયભાઇ વસાવડા, શૈલેષભાઇ સગપરીયા, સંજયભાઇ રાવલ, ડો. જીતેન્દ્રભાઇ અઢિયા, ડો. અંકિતાબેન મુલાણી, જયભાઇ વશા પ્રવચન આર્શિવચન આપશે.
લગ્ન ગીત-રંગ રસિયા
રાજકોટ, તા. ૧૧: આ સમુહ લગ્નોત્સવમાં ઉર્વશી રાદડિયા, યોગિતા પટેલ, કેશર બાવળીયા, આશા કારેલીયા, પર્થિતા પટેલ, પ્રિતી રાણપરા, કિરણ ગજેરા, મનીષા બારોટ, નેહા કુંભાણી, હેતલ થાનકી, નીલમ વોરા, રેખા વાળા લગ્ન ગીતો રજુ કરશે.
લોક વિજ્ઞાન કેન્દ્રમાં શુક્રવારે ક્વોન્ટમ મિકેનિક્સ કોઝાલીટલ અને ભારતીય દર્શન વિષે વ્યાખ્યાન
રાજકોટ તા.૧૧ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તેમજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત તથા ગુચકોસ્ટ પુરસ્કૃત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન રાજકોટ અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઇ સ્થાપિત ‘‘પ્રોફેસર પી.સી. વૈધ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીક્સ રિસર્ચ સેન્ટર ‘‘અંતર્ગત '' ક્વોન્ટમ મિકેનિક્સ કોઝાલીટલ : એ હોલિસ્ટિક એપ્રોચ વિથ રેફરેંસ ટૂ ઇન્ડિયન ફિલોસોફી'' શીર્ષક પર વ્યાખ્યાન તા. ૧૩ ના શુક્રવારે સાંજે ૬ વાગ્યે યોજેલ છે. વ્યાખ્યાનના વક્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગના પૂર્વ વડા તેમજ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક ગ્રંથોના નિષ્ણાંત એવા પ્રો. ડો.શૈલેન્દ્ર એસ. શર્મા આ વ્યાખ્યાનમાં ક્વોન્ટમ મિકેનિક્સ કોઝાલીટીના ભારતીય દર્શન શાષાોમાં ઉલ્લેખ પર પ્રકાશ પાડશે.
(3:57 PM IST)










