તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 11th December 2024
પહેલીવાર રીંગ પહેરાવી ઘેની દવા પાઇને, બીજી વાર સેંથીમાં સિંદુર પુરીને અને ત્રીજીવાર કોર્ટમેરેજની લાલચ દઇ બળાત્કાર
ત્યક્તા મહિલાને લગ્નની લાલચે ફસાવી ત્રણવાર દૂષ્કર્મ, માથે જતાં ધમકી દીધી ત્રિકોણબાગ પાસે સિક્યુરીટી કંપનીની ઓફિસ ધરાવતાં ઉર્મિશ થાનકી વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૧: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. ચાલીસ ર્વાની ત્યકતા મહિલાને લગ્નની લાલચ આપી સિક્યુરીટી કંપનીના સંચાલકે ઓફિસમાં બોલાવી ઘેની દવા પાઇ ત્રણેક વખત દૂષ્કર્મ આચરી લેતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભોગ બનનાર ચાલીસ વર્ષની મહિલાની ફરિયાદ પરથી જામનગર રોડ પર રહેતાં અને ત્રિકોણ બાગ સીટી બસની ઓફિસ સામે સિક્યુરીટી કંપનીની ઓફિસ ચલાવતાં ઉર્મિશ હરીશભાઇ થાનકી (ઉ.વ.૩૧-રહે. વર્ધમાન હાઇટ્સ બી-વીંગ, ૧૦૨, એસઆરપી કેમ્પ પાસે નવો ૧૫૦ રીંગ રોડ) વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્યું છે કે મારા લગ્ન ૨૦૧૦માં થયા હતા. પરંતુ બાદમાં છુટાછેડા લઈ લીધા હતા. પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે હું ગાંધીનગર જવા નીકળતાં બસમાં એક મહિલા સાથે મુલાકાત થઈ હતી. વાતચીતમાં મેં મારા છુટાછેડા થઈ ગયાની વાત કરી હતી. આ સમયે એ મહિલાએ મારો દિકરો ઉર્મિશ યુ.બી.એચ. સિકયુરીટી સર્વિસપ્રા.લી. નામે કંપની ચલાવે છે અને લોનનું પણ કામકાજ કરે છે. જો તમારૂ છુટુ થઈ જાય અને મારો દિકરો પસંદ આવે તો લગ્ન કરાવવા છે તેમ જણાવી ફોન નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં મને ઉર્મિશે ફેસબૂક મેસેન્જરમાં મેસેજ કરતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ સમયે તેણેમને તેનો ફોટો મોકલાવ્યો હતો. પરંતુ તે પસંદ ન આવતાં વાતચીત બંધ કરી દીધી હતી. ૨૦૨૪માં ફરીથી ઉર્મિશ ફોન કરીને મળવાનું કહેતા અમે બંને નાનામવા રોડ પર મળ્યા હતા. આ સમયે ઉર્મિશે આપણે મારી ઓફિસે શાંતિથી બેસીને વાતચીત કરીએ તેમ કહી બાઈકમાં ત્રિકોણબાગ પાસે આવેલી તેની ઓફિસે લઈ ગયો હતો.
ઓફિસે પહોંચ્યા બાદ તેણે તું મને પસંદ છે, મારે તારી સાથે લગ્ન કરવા છે કહી પ્રપોઝ કરી રિંગ પહેરાવી હતી અને તેને કોઇપણ રીતે ઘેની દવા પીવડાવી દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં હું ભાનમાં આવતાં ઉર્મિશ કપડા પહેરતો હોઇ તેને આવું કરવાની ના પાડતા તેણે સાંત્વના આપી અને લગ્ન કરવાનું કહ્યું હતું. ત્રણેક દિવસ પછી ફરી તેણે મને કોલ કરી બોલાવતાં અમે બંને મોલમાં ફરવા ગયા હતા. જયાંથી તે મને ફરીથી તેને તેની ઓફિસે લઈ ગયો હતો અને મંદિરમાંથી સેથો પુરી મંગળસુત્ર પહેરાવી ‘આપણા લગ્ન થઈ થઈ ગયા બસ' તેમ કહી ફરીવાર દૂષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ ચારેક દિવસ પછી તે મને નાસ્તો કરાવવા લઇ ગયો હતો અને બાદમાં તેની ઓફિસે લઇ જઇ હાલમાં કોર્ટમાં વેકેશન છે, તે ખુલશે ત્યારે કોર્ટ મેરેજ કરી લઈશ કહી ત્રીજી વખત દૂષ્કર્મ આચર્યું હતું. આ પછી અમેં બંને જૂનાગઢ એક આશ્રમમાં ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે જો હું કહું તેમ નહીં કર અને ઓફિસે બોલાવું ત્યારે નહીં આવ તો લગ્ન નહીં કરી તારા ફેમીલીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પરંતુ આજ સુધી તેણે મારી સાથે લગ્ન ન કરતાં અંતે મારે પોલીસ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં પીઆઇ આર. જી. બારોટે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
(4:10 PM IST)










