<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

રાજકોટના ગોંડલ રોડ પર વાવડીમાં ફોર્ચ્યુનર કારની ઠોકરે અન્ય કાર ચડી ગઈ: એકનું મોત, ૪ને ઇજા: વિજ થાંભલાનો પણ બુકડો: અકસ્માત બાદ મારમારીનો વિડિયો વાયરલ થયો

રાજકોટ: ગોંડલ રોડ પર આવેલા વાવડીમાં ફોરચ્યુનર કારની ઠોકરે અન્ય એક કાર ચડી જતાં આ કારનો બુકડો બોલી ગયો હતો. જ્યારે બેકાબુ ફોર્ચ્યુનર કાર વીજ થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ખોડાભાઈ વસંત ભાઈ પીપળીયા (ઉ.વ. ૯૨) (રહે.ગોવિંદરત્ન સોસાયટી)નું ગંભીર ઇજા થતા મોત થયું છે જ્યારે ચાર જેટલા લોકોને ઇજા થતા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોમાં કેશવભાઈ ડોબરીયા ઉ.વ.૬૦, મનસુખભાઇ પીપળીયા ઉ.વ.૪૫ અને નિરજભાઈ જોલપરાનો સમાવેશ થાય છે. ઘાયલ પૈકીના ખોડાભાઈ પીપળીયાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઈ, તૌફિકભાઈ સહિતે તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ શેખ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ મારામારી પણ થઈ હતી તેનો વિડીયો વાયરલ થયો હતો.

(8:06 PM IST)