<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રાજકોટ જિલ્‍લાના પ૭૯ ગામોમાં બાલિકા પંચાયત નિર્માણ દ્વારા જનજાગૃતિ ઝુંબેશ

ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્‍હાણેની અધ્‍યક્ષતામાં મિશન શકિત સમિતિની બેઠક

રાજકોટ, તા. ૧૪: જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણેના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે ‘મિશન શક્‍તિ' યોજનાના અમલીકરણ માટેની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્‍યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડી.ડી.ઓ.એ મહિલા સુરક્ષા અને મહિલા સામર્થ્‍યને લગત વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામોમાં બનાવવામાં આવેલ બાલિકા પંચાયતને તાલીમ, વિવિધ યોજનાની સમજ આપી ગ્રામ વિસ્‍તારમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, પી.સી.પી.એન.ડી.ટી, મેન્‍સ્‍ટ્રુઅલ હાઈજીન વગેરે મુદ્દાઓ અંગે જાગળતિ લાવવા પર ભાર મૂકયો હતો.

આ સાથે સખી વન સ્‍ટોપ સેન્‍ટરની કામગીરીની સમીક્ષા કરી, ગ્રામ વિસ્‍તારમાં ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનની ટીમ અને વાનને ફાળવણી કરી હતી તથા મહિલા સ્‍વાવલંબન, ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમન, ઘરેલું હિંસાના કેસ, બાળાઓને સ્‍વ રક્ષાની તાલીમ આપવા, સાયબર ક્રાઈમ તથા સાયબર સેફટી વિષે વિસ્‍તળત ચર્ચા કરી મહિલા તથા બાળકોની સલામતી અંગે ખાસ સૂચનો આપ્‍યા હતા.

આ બેઠકમાં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વી.પી.જાડેજા, ડી.વાય. એસ.પી શ્રી એસ.એસ.રઘુવંશી, મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિહ ગોહિલ, સી.ડી.એચ.ઓ. શ્રી પપ્‍પુ સિંઘ, રાજકોટ સીડીપીઓ શ્રી સાકરીયા, ૧૮૧ અભિયમ હેલ્‍પલાઇનના શ્રી તુષાર બાવરવા, સમાજ સુરક્ષા પ્રોબેશનરી ઓફિસર ડો.મિલનકુમાર પંડિત, ગીતાબેન કિયાડા વગેરે અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:16 PM IST)