<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ડોમેસ્‍ટિક વાયોલન્‍સના કેસમાં શારિરીક-માનસિક ત્રાસના ૩૦ હજાર અને મહિને ૩૦૦૦ મેન્‍ટેનન્‍સના ચુકવવા પતિને અમરેલી કોર્ટનો આદેશ

રાજકોટઃ પારૂલબેન વિનય સૈજુના લગ્ન ૧૯૯૩માં અમરેલી ખાતે થયાં હતાં. સાસરૂ અમદાવાદ હતુ. તેમને ભુમીકા અને વિવેક બે સંતાન છે. થોડો સમય ઘરસંસાર સારો ચાલ્‍યા બાદ તેમના સાસુ-સસરા, જેઠ- જેઠાણી, તેમનો પુત્ર, મોટા જેઠનો પુત્ર, નણંદ-નણદોયા સાથે રહવા આવેલ.

પારૂલબેન કરેલ ફરીયાદ મુજબ તેમના પતિ અને સારરીયાઓ નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી શારિરીક, માનસિક ત્રાસ વરતાવા લાગેલ. કરીયાવર બાબતે ત્રાસ શરૂ કરેલ પારૂલબેનના પતિને કોઇ ફાલ્‍ગુની સાથે આડા સબંધ નજરોનજર જોયા બાદ વિરોધ કરતા પતિ દ્વારા ખૂબ માર પડતો, સાસુ-સસરા અને ઘરના સભ્‍યો પણ મારઝુડ કરતા, ગાળો આપતા. પારૂલબેન કોઇને આ બાબતે જાણ ન કરે તે માટે સંતાોને મારી નાખવાની ધમકી આપતા, પહેરેલ કપડે કાઢી મૂકતા, ચાલચલાગત અંગે શંકાઓ સર્જી દોષિત ઠેરવવા પ્રયાસો કરતા.

પારૂલબેને કરેલ ફરીયાદમાં જણાવ્‍યું છે કે ર૦ર૧ ના ઓગસ્‍ટમા઼ પતિના આડા સબંધો અંગે ઝઘડો થયેલ. અને મને ઘર મૂકી ચાલ્‍યા જવા નહી તો જાનથી મારી નાખવા ધમકી આપતા મેં મારી પુત્રીને બોલાવી લીધેલ. આ પછી પારૂલબેન સંતાનો સાથે અમદાવાદથી અમરેલી માવતરે આવતા રહેલ. પિયરમાં માતા અને નાની બહેન સાથે ભાડાના મકાનમાં રહે. જો પોતે અમદાવાદ પતિને ત્‍યાં જાય તો પરિણામ ગંભીર આવે તેવી દહેશત છે.

પારૂલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેનો પતિ સુરેશ ઓઇલ ફીલ્‍ડ કંપનીમાં માસિક રૂા.પ૦ હજારના પગારથી કામ કરે છે. ૩પ લાખનું તેની પાસે મકાન છે. મારો બધો કરીયાવર, સોના-ચાંદીના દાગીના પતિના ઘરે છે. પતિ મકાનને બબ્‍બે તાળા મારી અન્‍યત્ર જતો રહયો છે. ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ હેઠળ પણ અરજી કરી છે.

મારા પતિને પ૦ હજાર પગાર છે. ઘરનું મકાન છે, ધરના તમામ સભ્‍યો કમાય છે તેથી મને અને મારા સંતાનોને મહિને ર૦ હજાર આપવા અદાલત હુકમ કરે.

અમરેલી કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે પતિને માનસિક-શારિરીક ત્રાસના ૩૦ હજાર અને દર મહિને ૩૦૦૦ મેઇન્‍ટેનન્‍સના અરજીની તારીખથી ચૂકવવા હુકમ કર્યો છે.

ફરિયાદી પારૂલબેન તરફથી એડવોકેટ એ.યુ. અહેલેકુરેશ અને એડવોકેટ ઓવીધેશ અહેલે રોકાયા હતા.

(4:16 PM IST)