<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જિલ્લા પંચાયતમાં મુખ્‍યમંત્રીનો કાર્યક્રમ સંભારણારૂપ, ખૂબ આભારઃ પ્રવીણાબેન

 

રાજકોટ, તા. ૧૪: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ જણાવ્‍યું છે જિલ્લા પંચાયત ખાતે મુખ્‍યમંત્રીશ્રી આવ્‍યા હોય તેવી આ પ્રથમ અવિસ્‍મરણીય ઘટના છે અને જિલ્લા પંચાયત પરિવારના નિમંત્રણનો સહર્ષ સ્‍વીકાર કરીને રાજકોટ જિલ્લા પંચાયતના નવા નિર્માણ થનાર અત્‍યાધુનિક બિલ્‍ડિંગનાં ખાતમુહૂર્ત તથા તકતી અનાવરણ પ્રસંગે ઉપસ્‍થિત રહેવા બદલ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

મુખ્‍યમંત્રીએ ઉપસ્‍થિત મહાનુભાવોની હાજરીમાં રકમ રૂ. ૩૬ કરોડનાં ખર્ચે, ૧૪૦૦૦ ચોરસ મીટરમાં નિર્માણ થનાર ભવન ‘સ્‍ટેટ ઓફ ધ આર્ટ' નું શિલારોપણ કરી, તકતી અનાવરણ કર્યું અને ઉપસ્‍થિત તમામ જિલ્લા પંચાયત પરિવારને શુભેચ્‍છાઓ પાઠવી જે પ્રસંગ તમામ જિલ્લા પંચાયત પરિવાર માટે કાયમી સંભારણું બની રહેશે.

(4:18 PM IST)