<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

મકરસંક્રાતિ પૂર્વે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શૈલેષ પકડાયો

બી ડીવીઝન પોલીસે રૂા.૬ હજારની કિંમતની ૨૭ રીલ કબ્‍જે

રાજકોટ તા.૧૪: મકરસંક્રાતી પૂર્વે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્‍સને બી-ડીવીઝન પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક લાલપરીમાં એક શખ્‍સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની પી.એસ.આઇ. જે.આર. સોલંકી સહિતના સ્‍ટાફે લાલપરી શેરી નં.રમાં દરોડો પાડી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શૈલેષ જયંતીભાઇ ચારોલા(ઉ.વ.૩૪) (રહે.લાલપરી શેરી નં.ર)ને પકડી લઇ રૂા.૬૪૦૦ની કિંમતની ૨૭ ચાઇનીઝ દોરીની રીલ કબ્‍જે કરી હતી. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. એન.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.આર. સોલંકી, હેડકોન્‍સ.ક્રિપાલસિંહ જાડેજા, અનીલસિંહ ગોહિલ, લાલજીભાઇ હાડગડા, કોન્‍સ.વિશ્વજીતસિંહ, રાજદીપભાઇ અને પંકજભાઇ તથા હાર્દિકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:17 PM IST)