<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજકોટ સહિતના ૬ મહાનગરોના ભાજપના સુકાનીઓને પ્રદેશનું તેડુઃ બોર્ડ પ્રમુખો જાહેર કરવાની તૈયારી

રાજકોટ તા. ૧૬: રાજયમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. થોડા દિવસ ચૂંટણી પ્રક્રિયા સ્‍થગિત રહ્યા બાદ નવેસરથી શરૂ થઇ છે. આજે રાજકોટ સહિત ૬ મહાનગરોના પાર્ટીના તેમજ સંગઠન પર્વના મુખ્‍ય હોદેદારોને ચર્ચા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્‍યાનું જાણવા મળે છે. વોર્ડ પ્રમુખો પસંદ કરવાની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે.

આજે તારીખ ૧૬ બપોર ર વાગે જૂનાગઢ મહાનગર ૩ વાગે રાજકોટ મહાનગર ૪ વાગે ભાવનગર પ વાગે જામનગર મહાનગર ૬ વાગે બરોડા મહાનગર ૭-૩૦ ગાંધીનગર મહાનગરના પદાધિકારીઓને પ્રદેશ ભાજપના મુખ્‍ય આગેવાનો મળીને જે તે મહાનગર દ્વારા વોર્ડ પ્રમુખ પદ માટે મોકલાયેલ નામોની ચર્ચા કરશે. ટુંક સમયમાં જ નવા વોર્ડ પ્રમુખો જાહેર થશે. વોડર્ઠ પ્રમુખો બાદ શહેર-જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

(12:42 PM IST)