News of Monday, 16th December 2024
કુશાસન સામે શબ્દકોષ : નિબંધ સ્પર્ધામાં અનેક જોડાયા
રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સુશાસન પ્રસ્થાપિત થાય અને ભ્રષ્ટાચાર સામે લોકો જાગૃત થાય તે માટે અનોખુ આયોજન : ૧૭૭ બહેનો સહિત ૪૨૭ સ્પર્ધકો જોડાયા : પ્રથમ ક્રમે દ્વિજા કાનાબારને ૫૧ હજાર, દ્વિતીય સ્થાને જાગૃતિ પટેલને ૨૧ હજાર તથા તૃતીય સ્થાને પ્રિયંકા નાગરને ૧૧ હજાર એનાયત થયા : વિકાસના દાવા માત્ર કાગળ ઉપરઃ પ્રજાના પ્રશ્નો અને આક્રોશ માટે કોઈ પ્લેટફોર્મ નથીઃ ડો. રાજદીપસિંહ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે પ્રજાને ખોટા સપના બતાવી મૂર્ખ બનાવાય છેઃ ઈન્દ્રવિજયસિંહ

રાજકોટ : છેલ્લા અનેક મહિનાઓથી રાજકોટમાં બની રહેલ અસંખ્ય જમીન કૌભાંડો, ભ્રષ્ટ્રાચાર, અને ગેરરીતિઓ સામે સામાન્ય માણસ ને જાગળત કરવા માટે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ દ્વારા નાગરિકો માટે યોજવામાં આવેલ ૅ‘કુશાશન સામે શબ્દકોષ' નામે આヘર્યજનક નિબંધ સ્પર્ધાનું પરિણામ સોમવારે સવારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ માં જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહીત પ્રદેશ કોંગ્રેસ અને સ્થાનિક નેતાઓ સહીત મોટી સંખ્યા માં સ્પર્ધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે.
આ સ્પર્ધામાં ૪૨૭ સ્પર્ધકોએ પોતાના નિબંધો રજુ કર્યા હતા, જે પૈકી ૧૭૭ બહેનોએ પણ નિબંધ સ્વરૂપે સુશાસન અંગેના પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત ગાંધીવાદી સંસ્થાના પૂર્વ કુલપતિશ્રી દ્વારા નિબંધોને ગુણવતાના આધારે ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં જાહેર થયેલા પરિણામો મુજબ પ્રથમક્રમે દ્વિજા કાનાબારે રૂ.૫૧,૦૦૦નું ઈનામ મેળવીને મેદાન માર્યું હતું. જયારે દ્રિતિય સ્થાને જાગળતિ પટેલ (રૂા.૨૧,૦૦૦) તેમજ તળતીય ક્રમે પ્રિયંકા.જે.નાગર (રૂા.૧૧,૦૦૦) વિજેતા થયા હતા. જયારે પ્રોત્સાહિત ઇનામ માટે પ્રથમ ક્રમે ડો.પૂજા ઠાકર, દ્રિતીય સ્થાને આયુષ યાદવ, તળતીય ક્રમે જય ચૌહાણ અને ચતુર્થ ક્રમે ઇલાબેન જોશી (પ્રત્યેકને રૂા.૧૧૦૦) વિજેતા થયા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકામાં થતો ભ્રષ્ટ્રાચાર, તેમજ સ્થાનિક પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે માત્રને માત્ર પ્રજાઓને ખોટા સપના બતાવી લોકોને મૂર્ખ બનાવવાનું કામ હાલના સત્તાધીશો કરી રહ્યા છે. પણ રાજકોટની પ્રજા હવે જાગી ગઈ છે, અને હાલ ના સત્તાધીશો ના સપનાઓને નકારીને નવી ક્રાંતિ કરવા જઈ છે, જે રાજકોટની કુસાશન સામે સુસાશનની નિબંધ સ્પર્ધા દ્વારા સાબિત થાય છે.
કોંગ્રેસ અગ્રણી ડો. રાજદિપસિંહ જાડેજા એ ઉમેર્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના જે દાવાઓ કરવામાં આવે છે, તે માત્ર કાગળ પર છે. રસ્તાઓ ખોદવામાં આવે છે, પરંતુ પુનઃસ્થાપિત કરવાના કામમાં ગંભીરતા નજરે નથી આવતી. ગંદકીના ઢગલા શહેરના ખૂણે-ખૂણે જોવા મળે છે, પરંતુ સફાઇના દાવા માત્ર વાયદા સુધી જ સીમિત છે. ભ્રષ્ટાચારનો કંટાળોઃ -તિષ્ઠિત -ોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર અને ન્યાયનો અભાવ એ આજના શાસનની મહત્વની સમસ્યા છે. નાગરિકો દ્વારા કરવામાં આવેલા અરજીઓ અને ફરિયાદોની અવગણના થાય છે.પાણી અને આરોગ્ય શહેરમાં પીવાના પાણી અને નિકાલની સમસ્યા ગંભીર છે. લોકો અસ્વસ્થ પાણી પીવાની મજબૂરીમાં છે.
ટેક્સનો બોજઃ નાગરિકો પર વધુ ટેક્સનો બોજ નાખવામાં આવે છે, પરંતુ તેના બદલામાં સુવિધાઓ મળતી નથી. લોકશાહીનું અપમાનઃ શહેરના
નાગરિકોની વાત સાંભળવામાં અને પ્રશ્નોના નિરાકરણમાં ભાજપના કહેવાતા પ્રભાવશાળી નેતાઓ માત્ર રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. લોકોના પ્રશ્નો અને આક્રોશો માટે કોઈ પ્લેટફોર્મ જ ઉપલબ્ધ નથી.
આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર રાજકોટના નાગરિકોએ આયોજન અને બાંધકામ, ટાઉન પ્લાંનિંગ, બીસ્માર રોડ રસ્તાઓ, ખાંડે ગયેલી ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, વોર્ડ વાઇસ શાકમાર્કેટનો અભાવ, રમતના મેદાનો નો અભાવ, શહેરના સુકાયેલા બગીચાઓ, કોર્પોરેશનની વેરા વ્યવસ્થામાં મનમાની અને ભ્રસ્ટાચાર, ફૂડ સ્ટ્રીટની અયોગ્ય વ્યવસ્થા, વધેલી ગંદકી, ફરવા લાયક સ્થળોની માવજતનો અભાવ, અધકચરી તબીબી સુવિધાઓ અને હેલ્થ સેન્ટરો, મહાનગરપાલિકાના હસ્તકની શાળાઓમાં ખાડે ગયેલી શિક્ષણ વ્યવ્યસ્થા વગેરે રાજકોટને મુંજવતા પ્રશ્નોમાંથી સુવ્યવસ્થાનું સ્થાપન કેવી રીતે કરી શકાય તે અંગે પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
નિબંધ સ્પર્ધાને સફળ બનાવવા માટે ડો. રાજદીસિંહ જાડેજા તેમજ મુકેશ ચાવડા, નીતિન ભંડેરી, આદિત્યસિંહ ગોહિલ, નરેન્દ્ર સોલંકી, વૈશાલી શિંદે, હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, રવિ જીત્યા, દીપ ભંડેરી, પ્રદીપ ડોડીયા, બ્રિજરાજસિંહ રાણા, રિયાઝ સુમરા, ડો.સોહીલ જરિયા, અશાંશ ગોસ્વામી, વરુણ જાની, અંકિત સોંદરવા,આર્યન પટેલ, ગૌરવ ખીમસુરિયાં, આર્યાનસિંહ રાજપૂત, ઝાહિર ખત્રી, કિશન સોઢા, સમીર ચૌહાણ, હિમાંશુ સોલંકી, મેહુલ માટીયા, મોહિત, હિરલબા રાઠોડ, મયુરી પુરોહિત, દીપુ રવિયા, ધર્મિષ્ઠાબા જાડેજા, ભાવના વાઘેલા, ઉષા કવા વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું જણાવાયુ છે.
(4:25 PM IST)










