<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજકોટમાં અયપ્‍પા મંદિરનો આજથી ભવ્‍ય વાર્ષિકોત્‍સવ શરૂ

ભગવાન શિવ અને વિષ્‍ણુના પુત્ર તે અયપ્‍પા ભગવાન : ૧૫- પરસાણાનગર, સાંઢીયા પુલ પાસે અલૌકિક ભગવાન શિવ, વિષ્‍ણુ, અયપ્‍પા, ગણપતિ, કાર્તિકેય, મા દુર્ગા, નવ ગ્રહ, નાગદેવના અલૌકિક મંદિરો મંદિરનું સંચાલન અયપ્‍પા સેવા સમિતિ કરે છેઃ પ્રમુખ ડો.શીજી આર. પિલ્લઈઃ મંત્રી ગોપાલ ક્રિશ્નન પિલ્લઈ, ઉપપ્રમુખ રાજેશભા ઈ પિલ્લઈ અને ખજાનચી બી.ટી. નાયર : કેરળથી મંદિરના મુખ્‍ય પૂજારી આજે ૬ થી ૧૦ાા સુધી મંદિર શુદ્ધિકરણ અને અલગ અલગ ધાર્મિક પૂજા કરાવશે : પંચનાથ મંદિરથી અયપ્‍પા ભગવાનની મૂર્તિ સાથે અયપ્‍પા મંદિર સુધીની યાત્રા નીકળશે : દ. ભારતની મહિલાઓ, હાથમાં દીવો લઈ નીકળશે : આ ‘માલપોલી' દૃશ્‍ય અલૌકિક હોય છેઃ પાંચ પ્રકારના દ. ભારતના વાદ્યો સાથે યાત્રાનું સ્‍વાગત થશે

 

રાજકોટ : દક્ષિણ ભારત સિવાયના બહુ ઓછા લોકો અયપ્‍પા ભગવાન વિશે જાણતા હશે. અયપ્‍પા ભગવાન એ દક્ષિણ ભારતમાં અત્‍યંત પૂજનીય અને લોકોની અયપ્‍પા ભગવાન તરફની શ્રધ્‍ધા જોવા જેવી છે, કયારેય દક્ષિણ ભારતમાં જાવ તો, અયપ્‍પા ભગવાનના સબરીમાલા મંદિરમાં જઈને દર્શન કરી શકો છો.

પુરાણ-સિદ્ધ હકીકત મુજબ સમુદ્રમંથન દરમિયાન નીકળેલ અમળતની વહેંચણી માટે વિષ્‍ણુએ મોહિની સ્‍વરૂપ ધારણ કરીને દેવોને અમળતની વહેંચણી કરી, એ દરમિયાન શિવજી વિષ્‍ણુનો આ મોહિની રૂપથી મોહિત થઈને એમના પરત્‍વે આકર્ષાયા અને અયપ્‍પા ભગવાનનો જન્‍મ થયેલ, જેના કારણે અયપ્‍પા ભગવાનને હરિ-હર પણ કહેવામાં આવે છે. અયપ્‍પા ભગવાને મહર્ષિ રાક્ષસનો વધ કરવા માટે પળથ્‍વી પર અવતાર લીધેલ હતો.

આવા અલૌકિક દેવ ‘અયપ્‍પા ભગવાન'નુ મંદિર રાજકોટમાં પરસાણાનગર-૧૫, સાંઢીયા પૂલ પાસે આવેલ છે, જયાં અયપ્‍પા ભગવાનના મંદિર સિવાય ભગવાન શિવ, ભગવાન વિષ્‍ણુ, ભગવાન ગણપતિ, ભગવાન કાર્તિકેય, માં દુર્ગા, નવ ગ્રહ મંદિર, નાગદેવતા મંદિર આવેલા છે, જ્‍યાં અયપ્‍પા ભગવાનના દર્શન થતા જ તમોને અલૌકિક અહેસાસ થાય છે.

સબરીમાલા મંદિર, કેરેલામાં જે પુજાઓ ધાર્મિક વિધિઓ થતી હોય છે, તે જ રીતે તેવી તમામ પુજાઓ, ધાર્મિક વિધિઓ અયપ્‍પા મંદિર, રાજકોટમાં કરવામાં આવી રહેલ છે તેમ મંદિરની એક યાદીમાં ડો.શીજુ આર. પિલ્લઈએ જણાવ્‍યુ છે.

તે સિવાય આ મંદિરમાં આવતા નાના મોટા વાર-તહેવારો, પ્રસંગોમાં પુજા, મહામળંત્‍યુજય હવન, ગણપતિ હવન, માતાજીના હવન વિગેરેના આયોજનો કરવામાં આવે છે તથા આ મંદિરમાં દર મહીને તમામ દેવો-દેવીઓને અષ્ટદ્રવ્‍યોથી અષ્ટાભિષેકમ કરવામાં આવે છે.

આ અયપ્‍પા ભગવાનના મંદિરના પુજારી (તિરમેની) દક્ષિણ ભારતની પ્રાચીન પધ્‍ધતિથી સારૂ એવુ જયોતિષ શાષાનું જ્ઞાન ધરાવે છે.

આ મંદિરનુ સંચાલન અયપ્‍પા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેના પ્રમુખ તરીકે ડો. શીજી આર. પિલ્લઈ, મંત્રી-ગોપાલ ક્રિષ્‍નન પિલ્લઈ, ઉપપ્રમુખ-રાજેશભાઈ પિલ્લઈ અને ખજાનચી-બી. ટી. નાયર છે.

અયપ્‍પા મંદિર, પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ ખાતે તા.૧૭ થી તા.૨૩ ડિસેમ્‍બર સુધી વાર્ષિક મહોત્‍સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, આ ધાર્મિક કાર્યક્રમમાં કેરળથી આવનાર મંદિરના મુખ્‍ય તંત્રી (પુજારી) તેની સાથે અન્‍ય પુજારીઓ સાથે આવીને આજે તા.૧૭ના સાંજે છ વાગ્‍યાથી રાત્રીના ૧૦:૩૦ વાગ્‍યા સુધી મંદિરનું શુધ્‍ધિકરણ અને અન્‍ય પુજાઓ કરવામાં આવશે અને ત્‍યારબાદ આવતીકાલે તા.૧૮ના રોજ સવારના ૫:૩૦ વાગ્‍યાથી રાત્રીના ૧૦:૩૦ વાગ્‍યા સુધી અલગ અલગ ધાર્મિક પુજા વિધિઓ કરવામાં આવશે. તેમજ આવતીકાલે તા.૧૮ના રોજ અયપ્‍પા ભગવાનની ધજા ચડાવવામાં આવશે, જે તા. ૨૩ના રોજ મોટી પુજા કરીને ઉતારવામાં આવશે, ધજા ચઢાવવાની તથા ધજા ઉતારવાની ધાર્મિક વિધિને કેરળમાં ખૂબ જ મોટુ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે, જે ધાર્મિક કાર્ય અમુક જ મંદિરમાં થાય છે.

ઁપંચનાથ મંદિરથી અયપ્‍પા ભગવાનની મૂર્તિ લઈ ચૌધરી હાઈસ્‍કુલ-ધરમ ટોકીઝ, જામટાવર, અયપ્‍પા મંદિર યાત્રા નીકળશે. આ અયપ્‍પા ભગવાનની યાત્રા ૨૭ વર્ષ પછી પંચનાથ મંદિરથી તા.૨૨ના રોજ સાંજે ૫ વાગ્‍યે પ્રયાણ કરશે. જેમાં દક્ષિણ ભારતની પ્રાચીન પ્રથા મુજબ દક્ષિણ ભારતની મહિલાઓ તે યાત્રામાં હાથમાં દીવો  પ્રજ્‍વલિત કરીને યાત્રાને શોભાવશે, જેને ‘તાલપોલી' કહેવામાં આવે છે, આ તાલપોલીનું દ્રશ્‍ય જોવા લાયક હોય છે, જે ભાગ્‍યે જ ગુજરાતમાં જોવા મળતુ હશે. જેમાં આગળ પંચવાદ્યમ (પાંચ પ્રકારના વાદ્ય) યંત્રોથી વીસથી પચ્‍ચીસ વ્‍યકિતઓ સાઉથ ઈન્‍ડીયન સ્‍ટાઈલમાં ઢોલ નગારા વગાડી યાત્રાનું આગમન થશે.

સાઉથ ઈન્‍ડીયન કોમ્‍યુનીટી આ યાત્રામાં ઉમટી પડશે, આ કાર્યક્રમનુ આયોજન રાજકોટમાં લગભગ આશરે ૨૭ વર્ષ પછી સૌ પ્રથમવાર અયપ્‍પા સેવા સમિતિ ધ્‍વારા કરવામાં આવનાર છે, જેથી દક્ષિણ ભારતના લોકો તથા રાજકોટના તમામ ધર્મપ્રેમી લોકોને આ યાત્રામાં પધારી અયપ્‍પા ભગવાનના દર્શનનો લ્‍હાવો લેવા તેમજ કેરળ સંસ્‍કળતિને નજીકથી નિહાળવા રાજકોટના સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ સેવા સમિતિ તરફથી આપવામાં આવેલ છે.

આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ તા.૨૩ના રોજ અયપ્‍પા ભગવાનની ધજા ઉતારી કરવામાં આવશે તેમ ડો. શીજુ આર. પિલ્લઈ (પ્રમુખ, અયપ્‍પા સેવા સમિતિ રાજકોટ)ની યાદી જણાવે છે.

(3:29 PM IST)